GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા સામાજિક સેવા ક્ષેત્રે ફરી નોંધપાત્ર હાજરી

MORBI:મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા સામાજિક સેવા ક્ષેત્રે ફરી નોંધપાત્ર હાજરી
ડૉ. આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી એ સક્રિય ઉપસ્થિતિ નોંધાવી હતી. મુસ્કાન વેલફેર ગ્રુપ તરફથી 11 કન્યાઓને તેમની જરૂરિયાત મુજબની આવશ્યક વસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી, જેથી તેઓ પોતાના નવા જીવનની શરૂઆત સુખદ રીતે કરી શકે. મુસ્કાન ગ્રુપ ને વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યા હતા, જે આખા મુસ્કાન પરિવાર માટે ગૌરવની બાબત છે.
આ પાવન પ્રસંગે કુલ 11 લગ્નો સફળતાપૂર્વક પૂર્ણ થયા, જેમાં ભાગ લેવાનો મોકો મળતા મુસ્કાન પરિવાર અત્યંત આનંદિત છે.મુસ્કાન વેલફેર ગ્રુપ સમાજોપયોગી કાર્યો માટે સતત પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં પણ આ જ સમર્પણ સાથે સમાજસેવામાં યોગદાન આપતું રહેશે.








