કાલોલ તાલુકાના સગનપુરાની કરૂણેશ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનું QDC કક્ષાના કલામહોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન.

તારીખ ૨૩/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના સગનપુરા ગામની કરૂણેશ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ QDC કક્ષાએ તાજેતરમાં યોજાયેલ કલા મહોત્સવમાં ઉત્તમ અને પ્રેરણાદાયી પ્રદર્શન કરી સૌનું મન જીતી લીધું હતું. વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ અનોખી પ્રતિભા, શ્રેષ્ઠ રજૂઆત અને સઘન પ્રેક્ટિસ દ્વારા વિવિધ પ્રવૃત્તિમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું નામ ગર્વથી રોશન કર્યું છે.વાદ્ય વાદન સુર સ્પર્ધાના હાર્મોનિયમ વાદનમાં શાળાના વિદ્યાર્થી ઋત્વિકકુમાર સોલંકીએ પ્રથમ સ્થાન મેળવીને પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો. તબલા વાદનમાં વનરાજકુમાર રાઠોડ અને ઢોલક વાદનમાં અપેક્ષાબેન ચૌહાણ બન્નેએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરીને પોતાના હુનરનો પરિચય આપ્યો હતો. હળવા કંઠય અને સુગમ સંગીત જેવી કેટેગરીઝમાં અંજલિબેન ગોહિલ , કિંજલબેન ચૌહાણ બન્નેએ દ્વિતીય સ્થાન મેળવીને પોતાની પ્રતિભા બતાવી હતી. બાળ કલાકારોએ આ સુંદર અભિવ્યક્તિ દ્રારા પોતાની સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને સુંદર કલાનો પરિચય આપ્યો હતો.






