વસ્તીના પ્રમાણમાં હક્ક આપો ગુજરાતમાં ઓબીસી સમાજની 54% અનામતની ગુંજતી માંગસાથે થરાદ ખાતે આવેદન પત્ર

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ
ગુજરાત રાજ્યમાં ઓબીસી સમાજને વિવિધ ક્ષેત્રોમાં સતત થતાં અન્યાયને દૂર કરવા અને વસ્તિના પ્રમાણમાં યથોચિત હક્ક મળે તે માટે ઓબીસી સમાજ તરફથી સરકારને ગંભીર રજૂઆતો કરવામાં આવી છે. ભારતના બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં ઓબીસી સમાજને મળી રહેલો હક પૂરતો અમલમાં નથી આવતો તે અંગે statewide આક્રોશ વ્યક્ત થયો છે.
ઓબીસી સમાજે રજૂ કરેલી મુખ્ય બાબતોમાં જણાવ્યું કે
એસસી-એસટી સમાજને બંધારણ લાગુ પડતાની સાથે જ અનામત મળે છે, જ્યારે ઓબીસીને 44 વર્ષ બાદ 1994માં 27% અનામત અને શૈક્ષણિક સંસ્થાઓમાં 2006માં અનામત મળ્યું.
આર્ટીકલ 16(4) અને 340 હેઠળની જોગવાઈ હોવા છતાં ઓબીસીને સતત અવગણવામાં આવે છે.
ગુજરાતમાં ઓબીસીની 82 જાતિઓમાંથી વધારીને 146 જેટલી જાતિઓ સામેલ કરવામાં આવી છે, છતાં અનામત 27% જ છે.
એસટી વસતિ 14.75% ને 15% અનામત, એસસી વસતિ 6.74% ને 7% અનામત અને જનરલને 10% EWS અનામત મળે છે, તો 54% થી વધુ વસતિ ધરાવતા ઓબીસીને 27% અનામત કેમ?
તામિલનાડુમાં 50%, તેલંગાણામાં 42%, કેરલમાં 30%, આંધ્રપ્રદેશમાં 29% ઓબીસી અનામત છે તો ગુજરાતમાં પણ વસ્તિપ્રમાણે અનામત આપવું જોઈએ.
અનામતની 50% મર્યાદા બંધારણમાં ક્યાંય નથી અને EWSના 10% અનામત બાદ આ મર્યાદા પોતે જ વધારાઈ ગઈ છે.
ઓબીસી સમાજની મુખ્ય માંગણીઓ
વસ્તિના પ્રમાણમાં 54% ઓબીસી અનામતની તાત્કાલિક અમલવારી.
જાતિ આધારિત વસતિ ગણતરી ઝડપથી પૂર્ણ કરવી અને તે આધારે કાયમી અનામત નક્કી કરવું.
ઝવેરી પંચનો અહેવાલ જાહેર કરવો અને તેના આધારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અનામત ફાળવવો.
પોલીસ ભરતીમાં દોડના ગુણનો સમાવેશ કરવો.
સ્ટાફ સિલેક્શન ભરતી નિયમોમાં 40% લઘુત્તમ ગુણની અયોગ્ય શરત દૂર કરી, ઓબીસી માટે 25% નું ધોરણ નક્કી કરવું.
આર્ટ્સ-કોમર્સ વિદ્યાર્થીઓને અન્યાયકારક મેન્સ રીઝનિંગ વેઈટેઝ ઘટાડવો.
રેવન્યુ તલાટી ભરતીમાંના અન્યાયી નિયમો દૂર કરવા.
વર્ગ-3 પરીક્ષામાં માત્ર MCQ આધારિત માળખું રાખવું.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સહાયની સુવિધ (Year-round) ઓબીસી માટે પણ ખુલ્લી રાખવી.
GPSC ઇન્ટરવ્યૂ પેનલમાં ઓબીસી પ્રતિનિધિ ફરજિયાત સામેલ કરવો.
GPSC ઇન્ટરવ્યૂનું વેઈટેજ 50%માંથી ઘટાડીને 12.2% કરવું.
GPSC ઇન્ટરવ્યૂ માર્ક 100 પર પાછા લાવવા.
ગુજરાતી ભાષાના ગુણ ફરી ફાઇનલ મેરિટમાં ગણવામાં લેવું.
પ્રિલિમ–મુખ્ય–ઇન્ટરવ્યૂ ત્રણેયમાં અનામતનીતિનો અમલ કરવો.
ખાનગી/સહકારી ક્ષેત્રે ઓબીસી અનામતનો અમલ કરવો.
દરેક ક્ષેત્રે વસતિપ્રમાણે ઓબીસીની ભાગીદારી સુનિશ્ચિત કરવી.
રક્ષાશક્તિ યુનિવર્સિટીના બોનસ ગુણને રદ કરવા.
SC/ST/OBC સમાજને EWSમાં સમાવેશ કરવાની વ્યવસ્થા કરવી.
ઓબીસી સમાજે સ્પષ્ટ કર્યું છે કે “જેની જેટલી આબાદી તેની તેટલી હિસ્સેદારી” પ્રમાણે ગુજરાતમાં 54% વસતિ ધરાવતા ઓબીસીને 54% અનામત આપવામાં આવે તે બંધારણીય તેમજ સામાજિક ન્યાયના સિદ્ધાંત મુજબ યોગ્ય છે.
સરકારે આ માંગણીઓને ગંભીરતાથી લઈ તાત્કાલિક નિર્ણય કરે તેવી ઓબીસી સમાજ વતી વિનંતી કરવામાં આવી છેહતી



