૯મી અખિલ ભારતીય પોલીસ જુડો ક્લસ્ટર ૨૦૨૪ કરાટે ઇવેન્ટ ગુવાહાટી, આસામ ખાતે ભવ્ય સફળતા સાથે પૂર્ણ થઈ

૯મી અખિલ ભારતીય પોલીસ જુડો ક્લસ્ટર ૨૦૨૪ કરાટે ઇવેન્ટ ગુવાહાટી, આસામ ખાતે ભવ્ય સફળતા સાથે પૂર્ણ થઈ છે જેનું આયોજન ઓલ ઈન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ અને આસામ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતમાં કરાટે સ્પોર્ટ્સ માટેનું એકમાત્ર નેશનલ ફેડરેશન “કરાટે ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન” (KIO) દ્વારા ટેકનિકલ અધિકારીઓ તરીકે ૨૦ વર્લ્ડ રેફરી/ એશિયા રેફરી ( WKF/AKF ) ની લાયકાત ધરાવતા રેફરીની નિયુક્તિ કરવામાં આવી હતી. પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી અને સમગ્ર KIO ટીમે ગુવાહાટી ખાતે ૨૬ – ૨૯ જૂન દરમિયાન કોઈપણ પ્રકારની ફરિયાદ અને કોઈપણ મોટી ઈજાઓ વિના ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું.
ઉપરોક્ત ૯મી અખિલ ભારતીય પોલીસ જુડો ક્લસ્ટર ૨૦૨૪ કરાટે ઇવેન્ટ માટે ગુજરાતમાંથી સાબરકાંઠા જિલ્લાના કરાટે કોચ વાઘેલા જુજારસિંહ.કે ની ટેકનિકલ ઓફિશિયલ ( રેફરી ) તરીકે પસંદગી કરવામાં આવી હતી.



