GUJARATKUTCHMANDAVI

કલ્યાણપર ગામથી મહાનુભાવોએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું  સ્વામીનારાયણ મંદિર ખાતે સમાપન થયું

ભવ્ય પદયાત્રામાં વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૪ નવેમ્બર  : અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિધાનસભા વિસ્તારમાં ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત રાપરમાં ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશ સાથે ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ એકતા પદયાત્રા યોજાઈ હતી.રાપર નજીકના કલ્યાણપર ગામ ખાતેથી ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા એ શ્રી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર તેમજ સુતરની આંટી પહેરાવી તેમજ લીલી ઝંડી બતાવી એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. દીપ પ્રાગટય કરી ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલના એકતા અને અખંડિતતાની ઝાંખી પર પ્રકાશ પાડતાં એકતા સાથે સ્વદેશી અપનાવી વિકાસમાં સહભાગી બનવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ ભવ્ય પદયાત્રામાં વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.પદયાત્રા કલ્યાણપર ગામથી શરૂ કરીને લાલાસરી ખાતે, હેલીપેડ વિસ્તાર, પ્રાગપર ચોકડી સેલારી નાકા, દેના બેન્ક ચોક ખાતે બાલિકાઓ દ્વારા યાત્રાનું કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોએ આ યાત્રાને આવકારી હતી. પદયાત્રાનું સમાપન સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. સમાપન વેળાએ સર્વે ઉપસ્થિતો અને નાગરિકોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા.એકતા પદયાત્રામાં આગેવાનશ્રી અમૃતભાઈ દવે, મામલતદાર એચ.બી વાઘેલા, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, પીઆઈ બી.જી..ડાંગર, રાપરના સંગઠન અગ્રણીશ્રી નશાભાઇ દૈયા, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઈ વસરા, નાયબ કાર્યપાલક ઈજનેર એસ.પી.રામજીયાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ યાત્રામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, તલાટીઓ, આંગણવાડી વર્કર, મિશન મંગલમ સખી મંડળો, મહિલાઓ, યુવાનો તથા ગ્રામજનોએ ઉત્સાહભેર જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!