અમદાવાદ ગ્રામ્ય એસઓજી અને સામાજિક વનિકરણ વિભાગની સંયુક્ત કાર્યવાહી: સુરજ કાચબા અને સુડા પોપટના ગેરકાયદેસર વેપારમાં મોટું રેકેટ પર્દાફાશ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય એસઓજી અને અમદાવાદ સામાજિક વનિરણ વિભાગે મળેલી ચોક્કસ બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન ચલાવી સુરજ કાચબા (Indian Star Tortoise) અને સુડા પોપટ (Rose-ringed Parakeet) જેવા સુરક્ષિત વન્યપ્રાણીઓના ગેરકાયદેસર વેપારમાં સંકળાયેલા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી ગુજરાત રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ડૉ. જયપાલ સિંધના સહકાર અને અમદાવાદ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસવિધિ ચૌધરી તેમજ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટસ ડૉ. કે. રમેશના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન મુજબ અમદાવાદ ગ્રામ્યના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઓમપ્રકાશ જાટ, ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટસ ડૉ. મિનલ જાની તથા ACF એચ. એન. ચાવડાની દેખરેખ હેઠળ સમગ્ર ઓપરેશનની સુચનાત્મક યોજના બનાવવામાં આવી હતી.
તા. 23/11/2025ના રોજ મળેલી ગુપ્ત માહિતીના આધારે શહેરના શાહપુર વિસ્તારમાં બે અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી. ટીમ-1 દિલ્લી ચકલા વિસ્તારમાં સ્થિત કીડી પાડાના પોળ વિસ્તારમાં પહોંચીને એક રહેણાક મકાનમાં દરોડો પાડ્યો હતો. અહીંથી Indian Star Tortoiseના કુલ 34 પ્રાણીઓ પાંજરામાં બંદ હાલતમાં મેળવાયા, જે વન્યજીવ (સુરક્ષા) અધિનિયમ, 1972ના શિડ્યુલ-1 હેઠળ કડક રીતે સુરક્ષિત પ્રજાતિ છે.
તે જ સમયે ટીમ-2 ગુંડી ચોક, શાહપુર વિસ્તારમાં દાડી પહોંચીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રહેણાક મકાનમાંથી 101 સુડા પોપટપાંજરામાં બંધ હાલતમાં મળી આવ્યા, જે વન્યજીવ (સુરક્ષા) અધિનિયમ, 1972ના શિડ્યુલ-2 હેઠળ સુરક્ષિત ગણાય છે.
આ બંને સ્થળે મળેલ પ્રાણીઓ અને પાંજરા સહિતનો તમામ મુદ્દામાલ કબજે લઈ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ–1972 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે ગેરકાયદેસર વેપારનું નેટવર્ક કેટલું વ્યાપક છે તેની પણ તપાસ ચાલી રહી છે. સત્તાવાળાઓ અનુસાર આ રેકેટ રાજ્યની બહાર સુધી ફેલાયેલ હોવાની શક્યતા છે.
કબજે કરાયેલા તમામ પ્રાણીઓને પ્રાથમિક તબીબી તપાસ અને સંભાળ માટે દસ્ક્રોઈ રેંજस्थित વાઇલ્ડલાઇફ કેર સેન્ટર, બોડકદેવ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રાણીઓ લાંબા સમયથી બંદ હાલતમાં હોવાથી તેમની ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.
નાયક વનરક્ષક, સામાજિક વનિરણ વિભાગ, અમદાવાદ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવ્યા મુજબ તપાસ હાલમાં ચાલુ છે અને સંકળાયેલા અન્ય વ્યક્તિઓની ઓળખ કરવા માટે ટીમો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.









