GUJARAT

જીવનપુરા ગામ ના નાના અંબાજી મંદિરેથી પગપાળા માતાજીનો રથ લઈ જતો સંઘ નસવાડી નગરમાંથી પસાર થયો.

મુકેશ પરમાર,, નસવાડી 

નસવાડી તાલુકાના જીવનપુરા નાના અંબાજી મંદિરેથી પાવાગઢ ખાતે પગપાળા માતાજીનો રથ લઈને નીકળેલો સંઘ નસવાડી નગરમાંથી પસાર થયો હતો જયારે પગપાળા માતાજીના દર્શન કરવા જતા માઈ ભક્તો માટે  યુવાનો દ્રારા નાસ્તાની વાવસ્થા કરાઈ હતી વર્ષો વર્ષ પૂર્વે ગુરુ શ્રી વિશ્વનાથ મહારાજ પાવાગઢ જતા હતા આ પરંપરા મુજબ આ સંઘ જીવનપુરા ગામેથી માતાજીનો રથ લઇ પગપાળા નીકળ્યો હતો આ સંઘમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા જયારે આ સંઘ પ્રથમ રાત્રી વાસણા હર્ષદી માતાજીના મંદિરે રોકાશે બીજી રાત્રી બોડેલી ખાતે, ત્રીજી રાત્રી શિવરાજપુર ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિરે રોકાશે જયારે ચોથી રાત્રી પાવાગઢ ખાતે વાઘેશ્વરી માતાજીના મંદિરે રોકાશે આમ ચાર દિવસે આ સંઘ પગપાળા પાવાગઢ પહોંચાશે  અને પાવાગઢ માતાજી ના દર્શન કરી પરત ફરશે.

 

Back to top button
error: Content is protected !!