સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે માલધારી સમાજ દ્વારા વિશાળ બાઇક રેલી યોજાશે.

તા.25/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વિશ્વ માલધારી દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે આગામી તારીખ 26/11 ને બુધવારના રોજ સુરેન્દ્રનગર કુંભાર પરા ગાયમાતા સર્કલ થી કરમણપરા ઠાકર મંદિર સુધી વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે માલધારી સમાજના યુવાનો દ્વારા આયોજિત બાઇક રેલીમાં સુરત, અમદાવાદ, નડિયાદ, લીંબડી, સુરેન્દ્રનગર, ધાંગધ્રા ખાતેથી ભરવાડ રબારી સમાજના માલધારી આગેવાનો ઉપસ્થિત રહીને બાઈક રેલીને પ્રસ્થાન કરાવશે વિશ્વ માલધારી દિવસ નિમિત્તે આયોજિત બાઈક રેલી દરમિયાન માલધારી સમાજના ગાયક કલાકારો સર્વે મોતીભાઈ, ભરવાડ મનિષાબેન ભરવાડ, ગોપાલભાઈ મુધવા, વાલમભાઈ ભરવાડ, વિક્રમભાઈ ખાટરીયા વિગેરે ડી.જે.ના તાલે દુહા, રાસ, ગીતોની રમઝટ બોલાવશે માલધારી સમાજના યુવકો દ્વારા આયોજિત બાઇક રેલીમાં માલધારી સમાજની વિવિધ જગ્યાના સંતો મહંતો સર્વે દુધરેજ કનીરામ બાપુ, ઝાઝાવડા ઘનશ્યામ પુરી બાપુ, દુધઈ રામબાલક દાસ બાપુ, બાવળીયાળી રામ બાપુ કમીજલા કેહું બાપુ, ગેડિયા ભગવાનદાસ બાપુ વિગેરે આશીર્વચન પાઠવશે બાઈક રેલી દરમિયાન માલધારી સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહીને યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડશે તેમજ સમસ્ત સુરેન્દ્રનગર જીલ્લા માલધારી સમાજ દ્વારા આયોજિત છે.




