કાલોલ ના મલાવ ચોકડી પાસે ડમ્પર ચાલકે પાછળથી બાઈક ચાલકને ટક્કર મારતાં 44 વર્ષીય ઇસમનું સારવાર દરમિયાન મોત.

તારીખ ૨૬/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મોટા કરાડા ગામના રહેવાસી વિજયસિંહ મથુરસિંહ સોલંકી ઉ.વર્ષ ૪૪ હાલોલ નજીક એમ.જી.કંપનીમાં સિક્યોરીટી તરીકે ફરજ બજાવી ગત તારીખ ૨૪-૧૧-૨૦૨૫ ના રોજ સાંજના સુમારે નોકરીથી પરત આવતા હતા.તે સમયે કાલોલ મલાવ ચોકડી પાસે ડમ્પરે ચાલકે પુરઝડપે હંકારીને પાછળથી મોટર સાયકલ GJ-17-BB-4277 નંબર ને ટક્કર મારતાં વિજયસિંહને બન્ને પગના ભાગે ગંભીર ઇજા થયેલ અને શરીરે ઓછી વતી ઈજાઓ થયેલ તેઓને તાત્કાલિક કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારબાદ એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરેલ છે પરંતુ ખાનગી એમ્બ્યુલન્સમાં ગોત્રી જનરલ હોસ્પિટલ વડોદરા ખાતે લઈ જવામાં વામાં આવ્યા હતા જ્યાં વિજયસિંહને બન્ને પગોના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને શરીરે ઓછી વતી ઈજાઓ થયેલ હતી અને વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે દવા સારવાર માટે લઇ ગયેલ અને દવા સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટર દ્વારા વિજયસિંહ મયુરસિંહ ને ચેક કરતા મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યા હતા જે અંગેની ફરિયાદ મરણજનાર ના ભત્રીજા ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ સોલંકી એ કાલોલ પોલીસ સ્ટેશનમાં ડમ્પર નંબર DD-01-C-9536 ના ડમ્પર મૂકી ભાગી ગયેલા અજાણ્યા ચાલક વિરૂધ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





