MORBI:મોરબી મહાનગરપાલિકાના કમીશ્નર દ્વારા ક્લસ્ટર નં ૫ ની સફાઇની ચકાસણી કરવામાં આવી

MORBI:મોરબી મહાનગરપાલિકાના કમીશ્નર દ્વારા ક્લસ્ટર નં ૫ ની સફાઇની ચકાસણી કરવામાં આવી
મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૨૪/૧૧/૨૦૨૫ ના રોજ ક્લસ્ટર ૫ ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં ૫ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ. તથા આનંદ નગર, ચામુંડા નગર તથા જંગલેશ્વર મહાદેવ ગેટ પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ. આ ઉપરાંત ડોર ટુ ડોરની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ આલાપ પાર્ક, લાતી પ્લોટ તળાવ, લીલાપર પાસે આવેલ નાળાની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવેલ. વધુમાં જણાવવાનું કે, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દર મંગળવારે અઠવાડિક ખાસ સફાઇ ઝુંબેશનું અંતર્ગત આજરોજ શહેરી વિસ્તારમાં કેશવાનંદબાપુના આશ્રમરોડ થી વીસી ફાટક, કપિલા હનુમાન ચોક થી પંચાસર નાકા સુધી, શનાળા રોડ, રવાપર ચોકડી થી SP રોડ, આનંદનગરના નાકાથી દલવાડી સર્કલ સુધી, શોભેશ્વર રોડ, લીલાપર ચોકડીથી રફાળેશ્વર રોડ તથા મહેન્દ્રનગર ગામમાં સફાઇ કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા આવનાર તા. ૨૭/૧૧/૨૦૨૫ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ઉમા ટાઉનશીપ બ્લડ ડોનેશન એસો. ની સાથે સંકલન કરી શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ SP ઓફીસના પાછળના રોડ ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આથી આ શ્રમદાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરી જનોને જોડાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આહ્વાન કરવામાં આવેલ છે.








