સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની અંડર-૧૪ કરાટે બહેનોની સ્પર્ધા યોજાઈ, વિજેતા ટીમ હવે રાજ્ય કક્ષાએ રમશે
સંકલ્પ વિદ્યાલયની વિદ્યાર્થિનીઓનું કરાટે સ્પર્ધામાં ઝળહળતું પ્રદર્શન

તા.26/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સંકલ્પ વિદ્યાલયની વિદ્યાર્થિનીઓનું કરાટે સ્પર્ધામાં ઝળહળતું પ્રદર્શન, ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની કરાટે બહેનોની સ્પર્ધાનું આયોજન સી.યુ. શાહ ઇંગ્લિશ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું રાજ્યમાં ખેલકૂદની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી યુવા પ્રતિભાઓને મંચ પૂરો પાડવાના ઉમદા હેતુ સાથે યોજાયેલી આ સ્પર્ધામાં જિલ્લાભરની અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં સંકલ્પ વિદ્યાલયની અંડર-૧૪ વયજૂથની ખેલાડી બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની મહેનત અને કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું આ ખેલાડીઓએ તેમની આકરી મહેનત અને અથાગ પ્રયત્નો થકી જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં શાનદાર દેખાવ કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે ખાસ કરીને અંડર-૧૪ વયજૂથની કરાટે સ્પર્ધામાં વિદ્યાર્થિની મારૂણિયા દિવ્યાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું જ્યારે કથીરિયા કન્વીએ દ્વિતીય સ્થાન અને પરમાર મહેકએ તૃતીય સ્થાન મેળવ્યું હતું ગુજરાત સરકાર રમતગમત ક્ષેત્રે યુવાનોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે અને આ ખેલાડીઓની સિદ્ધિ તેમની પ્રતિભાને વધુ નિખારે છે તથા અન્ય ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બને છે જિલ્લા કક્ષાએ વિજય મેળવનાર આ ખેલાડીઓ હવે આગામી સમયમાં યોજાનારી રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તેમની આ અદ્ભુત સિદ્ધિ બદલ શાળાના સંચાલક રાજુભાઈ તથા વ્યાયામ શિક્ષક હરેશભાઈ રાતડીયાએ વિજેતા ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભકામનાઓ આપી હતી તેમની આ સિદ્ધિ જિલ્લાના રમતગમત ક્ષેત્ર માટે એક નોંધનીય ગૌરવ છે.




