સુરેન્દ્રનગર જિલ્લામાં LPG સિલિન્ડરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ પર મોટી કાર્યવાહી
પુરવઠા વિભાગ દ્વારા લીંબડી ધંધુકા હાઈવે પરની રેસ્ટોરન્ટમાંથી અંદાજિત રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

તા.26/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પુરવઠા વિભાગ દ્વારા લીંબડી ધંધુકા હાઈવે પરની રેસ્ટોરન્ટમાંથી અંદાજિત રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, લાઇસન્સ, PESO અને ફાયર સેફ્ટીની મંજૂરી વગર જાહેર સ્થળે સંગ્રહ બદલ ૫૪ સિલિન્ડર સાથે રૂ.5,75 લાખનું વાહન જપ્ત, સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આ ઝુંબેશના ભાગરૂપે જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જર અને તેમની ટીમ દ્વારા લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ રામ રેસ્ટોરન્ટ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરે જણાવ્યું હતું કે તપાસણી દરમિયાન, રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં જાહેર સ્થળે LPG કોમર્શિયલ સિલિન્ડરોનો અનધિકૃત સંગ્રહ અને વેચાણ થતું હોવાનું માલૂમ પડ્યું હતું સ્થળ પરથી Go Gas ના સંચાલક કિશનભાઈ દશરથભાઈ પાડલીયા અને Earth Gas ના સંચાલક દશરથભાઈ પાડલીયા દ્વારા સંગ્રહ કરાયેલા કુલ ૫૪ એલપીજી સિલિન્ડર, જેમાં ૧૬ ભરેલા અને ૩૮ ખાલી સિલિન્ડર મળી આવ્યા હતા વધુમાં ઉમેર્યું હતું કે સંચાલકો પાસે આ જથ્થાના સંગ્રહ કે વેચાણ માટે કોઈ પણ પ્રકારના લાઇસન્સ/પરવાના, PESO લાઇસન્સ, કે ફાયર સેફ્ટીની મંજૂરી ન હોવા છતાં તેઓ જાહેર સલામતીની પરવા કર્યા વગર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા આ ગંભીર બેદરકારી બદલ ટીમે તુરંત કાર્યવાહી કરીને ગેરકાયદેસર સંગ્રહ કરેલ તમામ ૫૪ સિલિન્ડર જેની કિંમત રૂ. ૧,૪૧,૯૦૦ થાય છે, તેમજ રૂ. ૫,૭૫,૦૦૦ ની કિંમતનું એક વાહન પણ જપ્ત કર્યું હતું આમ કુલ રૂ. ૭,૧૬,૯૦૦ નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.




