GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે

MORBI:પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે
મોરબી: “બીજાના ભલામાં આપણું જ ભલું છે” આ જીવનસૂત્ર સાથે લાખો લોકોને હૂંફ આપનાર વિરલ સંતવિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે નિર્માણધિન BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર મોરબી દ્વારા વિરાટ રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિરાટ રક્તદાન યજ્ઞ આગામી તારીખ 30 નવેમ્બર 2025ને રવિવારના રોજ સવારે 8 થી સાંજે 5 કલાકે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર મોરબી ખાતે યોજાશે. ભારતમાં દર વર્ષે હજારો-લાખો લોકો રક્તના અભાવે મૃત્યુ પામે છે ત્યારે આપણું એક સમયનું રક્તદાન 3 વ્યકિતોનું જીવન બચાવી શકે છે. જેથી રક્તદાન યજ્ઞમાં સગાં-સ્નેહી અને મિત્રો સાથે જોડાવા મોરબીના તમામ સશક્ત અને સ્વસ્થ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.







