GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ તાલુકાના ખોડુ ગામે ગૌચરની જમીનો પર ખનીજ માફિયાઓનું ખોદકામ યથાવત

વઢવાણ મામલતદાર ખાણ ખનીજ વિભાગને જાણ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા રોષ ફેલાયો

તા.29/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વઢવાણ મામલતદાર ખાણ ખનીજ વિભાગને જાણ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા રોષ ફેલાયો, સુરેન્દ્રનગર જિલ્લામાં ગેર કાયદેસર રીતે ખનીજનું ખોદકામ છે તે બેફામ ચાલી રહ્યું છે જોકે તંત્ર દ્વારા દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે પોલીસ વિભાગ ખાણ ખનીજ વિભાગ અને પ્રશાસન વિભાગ દ્વારા ખનીજ ચોરી બંધ કરાવવા માટે મુહિમ શરૂ કરવામાં આવી છે પરંતુ તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામ નજીક આવેલી સીમોમાં પેટાળ જમીનમાંથી પથ્થરો મળી આવે છે ખનીજ માફિયાઓ દ્વારા પથ્થરોનું ખોદકામ કરી અને ખનીજની ચોરી કરવામાં આવી રહી છે જોકે આ સંદર્ભે ગ્રામજનો અને માલધારી સમાજ દ્વારા જિલ્લા પ્રશાસન વિભાગને રજૂઆત કરી અને ખનીજ ચોરી અટકાવવાની માંગ કરવામાં આવી છે થોડા સમય પહેલા માલધારીઓ દ્વારા ગ્રામ પંચાયતમાં ઢોર પુરી અને જે ગૌચર જમીનમાં ચાલતી ગેરકાયદેસર ખાણો છે તે બંધ કરાવવાની માંગ કરવામાં આવી હતી તે છતાં પણ હજુ પણ ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થતા હોવાની બુમ રાડ ઉઠવા પામી છે 500 વીઘાથી વધુની ગૌચર જમીનો ઉપર ખોદકામ તો કરી નાખવામાં આવ્યું છે પરંતુ હજુ પણ ખનીજ માફીઆઓ ખોદકામ બંધ કરવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે વધુ એક વખત જાગૃત નાગરિકો દ્વારા જે સ્થળે ગેરકાયદેસર રીતે ખાણોમાં ખોદકામ થતું હતું ત્યાં જઈ અને તંત્રને જાણ કરવામાં આવી હતી વઢવાણ મામલતદાર ખાણ ખનીજ વિભાગ સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવ્યા હોવા છતાં પણ અધિકારીઓ સમયથી મોડા જ હતા ખનીજ માફિયાઓ નાસી છૂટવા પામ્યા હતા જોકે આ સંદર્ભે તપાસ કરી અને યોગ્ય પગલા ભરવાની માંગ ગ્રામજનો અને આગેવાનો દ્વારા કરવામાં આવી છે ગૌચર જમીનો ઉપર બેફામ રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગેરકાયદેસર ખાણો બની ગઈ છે તે છતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે ખનીજ ચોરી અટકાવવા તેમજ ખોડુ ગામની સીમમાં ગૌચર જમીનો ઉપર ખોદકામ કરતા તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ આગેવાનો દ્વારા અને માલધારીઓ દ્વારા કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!