GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

SIR રાષ્ટ્રીય કામગીરી અંતર્ગત કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા જનજાગૃતિ સંદેશ

 

તારીખ ૨૯/૧૧/૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ચૂંટણી પંચના તા-૨૭/૧૦/૨૦૨૫ના પત્ર અન્વયે તા-૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે .જે SIR અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વે કરીને BLO દ્વારા EF ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. તેના અનુસંધાને આ કામગીરીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા ગામના તલાટી, સરપંચ, ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત સભ્યો, સામાજિક કાર્યકરો ,યુવાનો,અગ્રણીઓનો,નામી અનામી હોદ્દેદારોનો સંપર્ક કરી-૨૦૦૨ની મતદાર યાદીની માહિતી પહોંચાડવા આવી છે.ટેકનોલોજીના માધ્યમથી આ કામગીરી અંતર્ગત સમાજને મદદરૂપ થવા આહવાન કરવામાં આવ્યું છે. મતદારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે.BLO ના માધ્યમથી ગામના દરેક ફળિયાઓમાં SIR કામગીરી અંતર્ગત જરૂરી ડોક્યુમેન્ટ માટે ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.રાષ્ટ્રીય કામગીરીમાં ગ્રામજનોને એકબીજાને સહયોગ આપી મદદરૂપ થઇ સમયમર્યાદામાં આ કામગીરી ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવા સંદેશ પાઠવવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!