ગીર નેશનલ પાર્ક સાસણગીરની રૂમ તથા સફારી બુક કરવાની ફેક વેબસાઈટ બનાવી દેશ-વિદેશના મુલાકાતીઓ સાથે સાઈબર ફ્રોડ કરનાર મેવાતી મુખ્ય સુત્રધાર આરોપી રાશિદખાન મેવાતીને ઝડપી લેતી મેંદરડા પોલીસ
ગીર નેશનલ પાર્ક સાસણગીરની રૂમ તથા સફારી બુક કરવાની ફેક વેબસાઈટ બનાવી દેશ-વિદેશના મુલાકાતીઓ સાથે સાઈબર ફ્રોડ કરનાર મેવાતી મુખ્ય સુત્રધાર આરોપી રાશિદખાન મેવાતીને ઝડપી લેતી મેંદરડા પોલીસ

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેશ ઝાંઝડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ.આર.ઓડેદરા સાહેબનાઓનાએ સાસણગીરની રૂમ તથા સફારી બુક કરવાની ફેક વેબસાઈટ બનાવવાનો ગુનો રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રીની ફરીયાદ આધારે દાખલ થયેલ હોય જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આ સાયબર કાઇમનો ગુનો ડિટેકટ કરી આરોપી શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે વિસાવદર ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી રોહીતકુમાર સાહેબનાઓના આગેવાની અને માર્ગદર્શન હેઠળ મેંદરડા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી પી.સી.સરવૈયા સાહેબ નાઓ દ્વારા મેંદરડા પો.સ્ટે દાખલ થયેલ ગુનો રજી થયેલ હોય અને વણશોધાયેલ હોય આ ગુનાના આરોપીને શોધી કાઢવા માટે સવેલન્સ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરેલ આ ગુનાની વધુ વિગતો જોતા ફરીયાદી યશ ઉમરાણીયા રેન્જ ફોરેસ્ટ અધિકારી આપેલી ફરીયાદ હકિકત મુજબ સરકારી સિંહસદન ગેસ્ટ હાઉસમા કોઇજાતની ઓનલાઇન બુકિંગ પ્રણાલી કે વેબસાઇટ અમલમાં ન હોય તમ છતા અજાણ્યા ઇસમે નકલી વેબસાઇટો જેની યુઆરએલ cs https://sinhsadan.org थे। https://sinhsadan.com છે તે બનાવેલ તથા તેને અસલી વેબસાઇટ જેવી બતાવી તેના મારફતે નાગરીકોના ગેરકાયદેસર રીતે રુમ બુકિંગ તથા સફારી બુકિંગ લઇ તેના નાણા ટ્રાન્સફર કરાવી લઇ નકલી રીસીપ્ટ ઇસ્યુ કરી પ્રવાસીઓ અને વનવિભાગ સાથે છેતરપીડી કરેલ હોય અને બનાવટી ઇલેકટ્રોનીક રેકોર્ડ ઉભુ કરી તેને અસલી જેવુ બતાવી તેનો દુરઉપયોગ કરી ગુન્હો આચરવામા આવેલ હતો.ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી IPS શ્રી રોહીતકુમાર સાહેબનાઓના ટેકનીકલ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા આઇ.પી. ડીટેલ્સ તેમજ અન્ય ટેકનીકલ એનાલીસીસના આધારે ફેક વેબસાઇટ મેવાત પ્રદેશના ડિંગ જીલ્લા રાજસ્થાન ખાતેથી ઓપરેટ થઇ રહેલ હોવાનું જણાઇ આવેલ હોય આરોપીને શોધી કાઢવા પોલીસ ઇન્સપેક્ટર પી.સી.સરવૈયાનાઓની આગેવાનીમા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા રાજસ્થાન ખાતે તપાસમા જઇ આરોપી રાશિદખાન અયુબખાન રહે.કાબાન કા વાસ,ગઢી મેવાત વાળાને શોધી કાઢી ગુનો આચરવામા વોટસઅપ કોલીંગ માટે ઉપયોગમા લીધેલ બંને મોબાઇલ ફોન સાથે ધરપકડ કરેલ છે. આ ગુનાના કામે ભારત સરકારના NCCRP PORTAL મા કુલ ૨૦ જેટલી અન્ય ફરીયાદો થયેલ છે.ભોગ બનનાર મુલાકાતી નાગરીકોમા વડોદરા શહેરના ૦૨, તથા ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર,બિહાર, દિલ્હી, તેલાંગણા, અને હરીયાણા રાજયના નાગરીકોનો સમાવેશ થાય છે.છે.આ કામના આરોપીએ ઓરિસ્સા જગન્નાથ મંદિર ટ્રસ્ટની ફેક વેબસાઇટ તેમજ શ્રી રામ આશ્રમ – દિલ્હીની તેમજ અન્ય આશ્રમો અને હોટેલોની પણ ફેક વેબસાઇટ બનાવેલ છે.આ ગુનાની આગળની તપાસ પોલીસ ઇન્સપેક્ટર પી.સી.સરવૈયાનાઓના ચલાવી રહેલ છે કબ્જે કરેલ મુદામાલ (૧) વિવો કંપનીનો વી૪૦ઇ ગોલ્ડન કલરનો મોબાઇલ ફોન (૨) ઓપો કંપનીનો રેનો ૧૧ આછા વાદળી કલરનો ફોન પકડાયેલ આરોપીએ બનાવેલ નકલી વેબસાઇટો (1) https://sinhsadan.org (2) https://sinhsadan.com (3) https://sripurusottambhaktanvas.com આરોપી સ્કુલ ડ્રોપઆઉટ હોવા છતા હેન્ડસ ઓન પ્રેકટીસથી ટેકનોલોજી શીખી” TECHDO” નામની વેબ ડિઝાઇનીંગ સોફ્ટવેર કોડિંગ તેમજ એપ્લીકેશન વિગેરે શીખવાડતી ઇન્શટીટ્યુટ પોતાના વતન ખાતે ચલાવે છે. આરોપી નકલી વેબસાઇટ બનાવી બોગસ નંબર થી વોટસઅપ કોલીગનો ઉપયોગ કરી નાગરીકોને પોતે તથા પોતાના સાગરીતો મારફતે પોતાની વાતોની જાળમાં ફસાવી સાયકોલોજીકલ યુકિતીઓ વાપરી ઓનલાઈન ભાડે લીધેલા એકાઊન્ટ મા બુકિગ ના નામે પૈસા લઈ લીધેલ પૈસા ની રીસીપ્ટ ઈસ્યુ કરી નિર્દોષ નાગરીકો ને વધુમા વધુ પૈસા પડાવવા ની એમ.ઓ ધરાવે છે. સદરહુ કેશ મા આરોપી એ પોતે ફોરેસ્ટ ઓફિશીયલ હોવાનો ડોળ કરી સાસણ ગીર નેશનલ પાર્ક આવવા માંગતા મુલાકાતીઓ ને ફસાવી તેઓની સાથે છેતરપિંડે કરી નાણા પડાવેલ છે. આ આરોપી ઓ પોતના વતન ની ભૌગોલિક પરસ્થિતિઓ નો પણ ગુનો કરવા માટે ઊપયોગ કરે છે તેઓ તેમના અંતરીયાળ તેમના ગામની નજીક આવેલા પહાડ, જંગલ, વાડી વિસ્તાર મા ચાલ્યા જઈ ત્યાથી જ કોલીંગ કરી પોતાના ગુનામા વપરાતા મોબાઈલ ફોન્સ ત્યા જ સંતાડી ગુના આચરે છે. આ વિસ્તાર ખાતે રાજસ્થાન, હરીયાણા, ઊતરપ્રદેશ રાજય ની બોર્ડર લાગતી હોય પોલીસ ની ભીંસ વધતા અન્ય રાજયો મા પણ નાસી છુટે છે.આ કામગીરી મેંદરડા પો.સ્ટેના પો.ઇન્સ. પી.સી.સરવૈયા સાહેબ તથા પો.હેડ.કોન્સ.જયેશભાઇ વિકમા, પો.હેડ.કોન્સ.હાદાભાઈ,પો.કોન્સ.આશીષભાઇ વડિયાતર, પો.કોન્સ.રાકેશસિંહ દયાતર, પો.કોન્સ.ભગીરથસિંહ બુડા, વિગેરે સ્ટાફ દ્વારા સાથે મળી કરવામા આવેલ છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




