GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ગીતા જયંતી ની ઉજવણી કરાઈ.

તારીખ ૦૧/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાં આવેલી શ્રીમતી સી.બી.ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે મોક્ષ આપનાર મોક્ષદા એકાદશીના દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણ ભગવાને ગીતા જ્ઞાન આપ્યું હતું આથી આ અગિયારસે ગીતા જયંતી તરીકે ઉજવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ ને મુખથી ગીતાજ્ઞાન પ્રગટ કર્યું. દરેક અવતારોની જયંતી ઉજવાય પણ એકમાત્ર ગીતા ગ્રંથ છે જેની જયંતી ઉજવાય છે . આજથી 5000 વર્ષ પહેલા અનુષ્ટુપ છંદમાં 18 અધ્યાય અને 700 શ્લોકથી ગીતાનું સર્જન થયું હતું. આશરે 100 થી વધુ ભાષામાં જેનું ભાષાંતર થયું એવા ગ્રંથની જયંતિ એટલે ગીતા જયંતિ શાળાની વિદ્યાર્થીનીઓને આ જયંતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ તથા શ્રીમતી સી.બી.ગર્લ્સ હાઇસ્કૂલ,કાલોલ સૌને ગીતા જયંતિની શુભેચ્છા પાઠવે છે.






