GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ:લાવા કંપનીના ગેટ સામે બાઇક ચાલકને ટ્રેક્ટર ચાલકે અડફેટમા લેતા 23 વર્ષીય યુવક નુ સારવાર દરમ્યાન મોત.

 

તારીખ ૦૧/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

સાવલી તાલુકાના દીપાપુરા ગામે રહેતા ચેતનકુમાર ગોહિલ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ ની વિગત મુજબ તેઓના ભત્રીજા ભૂમિષકુમાર દશરથસિંહ ગોહિલ ઉ વ ૨૩ હાલોલ ખાતે જીઆઇડીસી નોકરી કરતા હતા તેઓના ગત સપ્તાહે મોટરસાયકલ લઈને આવતા હતા ત્યારે અલીન્દ્રા ચોકડી પાસે અલીન્દ્રા ચોકડી થી સાવલી તરફ જતા ટ્રેક્ટર ચાલકે પોતાનું ટ્રેક્ટર પુરઝડપે હંકારી મોટરસાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત કરી ટ્રેક્ટર લઈને ચાલક ટ્રેક્ટર લઈને નાસી છૂટ્યો હતો જેના પરિણામે ભૂમિષકુમાર ને જમણા હાથની હથેળી અને બાવળા ના ભાગે તેમજ માથામાં જમણી આંખ ઉપર અને જમણા પગના અંગૂઠા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર બાદ માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા અને આઈસીયુ માં દાખલ કરવામાં આવ્યા હતા.જમણા હાથની હથેળી ફાટી ગઈ હોવાથી તેમજ માથામાં કપાળના ભાગે ચિરાઈ જવાના કારણે ઊંડો ઘા પડી જવાથી વધુ સારવાર માટે વડોદરા ની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મરણ થતાં સમગ્ર પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી બનાવ બાબતે કાલોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!