GUJARATKUTCHMANDAVI

“સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫” નો આયોજન કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૨ ડિસેમ્બર : દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” નો આયોજન કરવા આહ્વાન કરવામાં આવેલ. જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત ૨૧ સપ્ટેમ્બર થી જુદી-જુદી સ્પર્ધાનો આયોજન કરવામાં આવેલ છે.“સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” ને સફળતાપૂર્વક આગળ વધારતા કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા આજે તા.૩૦/૧૧/૨૦૨૫, રવિવારે માંડવી મધ્યે સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ટેબલ ટેનિસ અને ચેસ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિવિધ સ્પર્ધાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે માંડવી નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ શ્રીમતી જોશનાબેન સેંઘાણી, માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી, નગરપાલિકા સતા પક્ષના નેતા લાંતિક શાહ, નગરસેવક પારસ સંઘવી, પારસ માલમ, વિજય ચૌહાણ, શહેર ભાજપ મહામંત્રી કમલેશ ગઢવી,મિતેશ મહેતા,કાશ્મીરાબેન રૂપારેલ,ચેશ કોચ મનાની સર, ટીટી કોચ ગૌરવ રાજગોર, કિશનસિંહ જાડેજા, કાર્યકારી પ્રમુખ તાલુકા પંચાયત માંડવી શિલ્પાબેન નાથાણી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ નું સંચાલન લક્ષ્મીશંકર ભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!