KALOL(Panchamahal)PANCHMAHAL
જિલ્લાકક્ષાનો ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં કાલોલ ની સી.બી.ગર્લ્સ હાઈસ્કુલનુ શ્રેષ્ઠ પ્રદર્શન.

તારીખ ૦૩/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના જિલ્લાકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ, ગોધરા ખાતે કરવામાં કરવામાં આવ્યુંહતું. જેમાં કાલોલ શહેર ની શ્રીમતી સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલ ની ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાદવ મહેશ્વરીબેન મુકેશસિંહ અને ચૌહાણ ધ્રુવીબેન અશોકભાઇ એ વિભાગ – 2 “કચરાનું વ્યવસ્થાપન” માં “વેસ્ટમાંથી બેસ્ટ” વિષય પર પોતાની કૃતિ રજૂ કરી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ અને સમગ્ર શાળા પરિવાર વિદ્યાર્થીનીઓને તથા તેમના માર્ગદર્શક શિક્ષિકા રૂપલબેન બી. શાહ ને શુભેચ્છાઓ પાઠવી હતી.





