GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ખડકી ટોલનાકા પાસે બાઇક ચાલકને ટક્કર મારી ઈજાગ્રસ્ત કરી કાર મુકી નાસી જનાર ચાલક સામે પોલીસ મથકે ફરીયાદ.

 

તારીખ ૦૩/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ખડકી ગામે રહેતા હિતેશભાઈ હસમુખભાઈ ગોહિલ સોમવારે બપોરે ખડકી ટોલનાકા પાસે દુધની થેલી લઈને મોટરસાયકલ ઉપર ઘરે જતા હતા ત્યારે ટોલનાકા પાસે સરદારજી ના ઢાબા નજીક આરસીસી રોડ ઉપર વેજલપુર તરફથી આવતી કાર જીજે 05જે ઈ 2235 ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી હિતેષભાઈની મોટરસાયકલ ને ટક્કર મારતા હિતેશભાઈ ને દાઢીના ભાગે, બન્ને પગે જમણી આંખે, જમણા કાને અને નાક ઉપર ઈજાઓ પહોચાડી પોતાની કાર સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો ઈજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા એસ એસ જી ખાતે દાખલ કરવામાં આવ્યા જ્યાં સીટી સ્કેન કરવામાં આવ્યું હતુ સમગ્ર મામલે અનિલભાઈ બાબુભાઈ ગોહિલે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી ગયેલા કાર ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!