BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા જીઆઇડીસીમાં કંપનીઓનું પ્રદુષિત પાણી લઇ જતી પાઇપલાઇનમાં ફીણ સાથે પાણી લિકેજ થતા ચકચાર

ઝઘડિયા જીઆઇડીસીમાં કંપનીઓનું પ્રદુષિત પાણી લઇ જતી પાઇપલાઇનમાં ફીણ સાથે પાણી લિકેજ થતા ચકચાર

જીઆઇડીસીની કેટલીક કંપનીઓમાં ઝેરી કેમિકલ્સ પણ ઉત્પન્ન થાય છે ત્યારે ફીણ સાથે નીકળતા પાણીને સહજ ના ગણી શકાય !

 

ઝઘડિયા તા.૩ ડિસેમ્બર ‘૨૫

 

ભરૂચ જિલ્લાનાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીની વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદુષિત પાણી ખુલ્લામાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે. જીઆઇડીસીની વિવિધ કંપનીઓના કેમિકલયુક્ત પાણીને લઇ જવા પાઇપલાઇન બનાવેલી છે. પાઇપલાઇન દ્વારા કંપનીઓનું કેમિકલયુક્ત પાણી વહન કરાતું હોય છે. દરમિયાન આજરોજ જીઆઇડીસીની કંપનીઓનું કેમિકલયુક્ત પ્રદુષિત પાણીનું વહન કરતી પાઇપલાઇનમાંથી ફીણ સાથે પ્રદુષિત પાણી નીકળતું જોવા મળ્યું હતું. આ અંગે જીઆઇડીસી સત્તાવાળાઓનો સંપર્ક કરવા છતાં કોઇ વ્યવસ્થિત માહિતી મળી શકી નહતી. ઝઘડિયા જીઆઇડીસીમાં પોલીસ મથક નજીકના વિસ્તારમાંથી પસાર થતી આ પાઇપલાઇનમાંથી ફીણ સાથે કેમિકલયુક્ત પાણી બહાર ફેલાતું જોવા મળ્યું હતું, જીઆઇડીસી સત્તાવાળાઓ દ્વારા આવી બાબતોમાં ઢાંક પિછોડો કરાતો હોવાની વ્યાપક લોકબુમો ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છેકે જીઆઇડીસીમાં કાર્યરત વિવિધ કેમિકલ કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદુષિત પાણી જાહેરમાં છોડવાના બનાવ હવે સામાન્ય બની ગયા છે,ત્યારે જીઆઇડીસીની કંપનીઓનું પ્રદુષિત પાણી લઇ જતી પાઇપલાઇનમાંથી ફીણ સાથે પાણી નીકળતું જણાતા જીઆઇડીસી પંથકમાં ચકચાર મચી જવા પામી જતી. નોંધનીય છેકે ઝઘડિયા જીઆઇડીસીમાં કેમિકલનું ઉત્પાદન કરતી ઘણી કંપનીઓ કાર્યરત છે,અને કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા અને ઉત્પન્ન થતા કેમિકલ્સમાં ઘણા ઝેરી અને જીવસૃષ્ટિને નુકશાન કરે તેવા હોય છે,ત્યારે કંપનીઓના વેસ્ટ પાણીનું વહન કરતી પાઇપલાઇનમાંથી ફીણ સાથે પ્રદુષિત પાણી બહાર આવે તે બાબત સામાન્ય તો નજ ગણાય !

Back to top button
error: Content is protected !!