MORBI:ભારતમાં મહિલા સશક્તિકરણ અને સમાનતા માટે ક્રાંતિકારી માંગ

MORBI:ભારતમાં મહિલા સશક્તિકરણ અને સમાનતા માટે ક્રાંતિકારી માંગ
મોરબી: મોરબી જિલ્લાના એક જાગૃત નાગરિક ભાજપ મોરચાના કિસાન મોરચાના પૂર્વ અઘ્યક્ષ અજય ઝાલરીયા દ્વારા ભારત સરકાર, ગુજરાત રાજ્ય સરકાર અને મોરબી પ્રશાસનને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું દેશભરમાં મહિલા સશક્તિકરણ, સન્માન અને સમાનતાના ઉદ્દેશ્યોને મૂર્તિમંત કરવા માટે ક્રાંતિકારી પગલાં લેવાની નમ્ર અરજ કરવામાં આવી છે. આ આવેદનપત્રમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે
(૧)બિહારની જેમ અન્ય રાજ્યોમાં પણ શ્રમિક મહિલાઓને ₹૧૦,૦૦૦ ની સહાય:આવેદનપત્રમાં ‘નારી તું નારાયણી’ના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને, બિહારની તત્કાલીન સરકારે શ્રમિક મહિલાઓને રાહત પેકેજ તરીકે જે ₹૧૦,૦૦૦ ની સહાય આપી હતી, તેવી જ પદ્ધતિ અનુસાર ભારતના તમામ રાજ્યોમાં જરૂરિયાતમંદ અને યોગ્યતા ધરાવતી મહિલા શ્રમિકોને આર્થિક સહાયતા વિકાસ રાહત પેકેજ પ્રાથમિકતાના ધોરણે પૂરો પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.આ પગલું મહિલાઓના આર્થિક અને સામાજિક ક્ષેત્રે ઉત્થાન માટે અત્યંત જરૂરી હોવાનું જણાવાયું છે.
(૨)બાળકોના દસ્તાવેજોમાં વૈકલ્પિક રીતે માતાનું નામ સામેલ કરવાની વ્યવસ્થા: નાગરિકે એક મહત્વપૂર્ણ સામાજિક પરિવર્તનની માંગણી કરતા જણાવ્યું છે કે, જે રીતે પુત્ર કે પુત્રીના લેખિત કે મૌખિક અનુબોધનમાં પિતાનું નામ પ્રધાન્ય પામે છે, તેવી જ રીતે જરૂરિયાતમંદ માતાઓના સંતાનોના દસ્તાવેજો (લેખિત, મૌખિક, કે પબ્લિકમાં)માં માતાના નામને વૈકલ્પિક વ્યવસ્થાપન હેઠળ યોગ્ય સ્થાન અને પ્રાથમિકતા આપવામાં આવે.આ વ્યવસ્થા મહિલાઓના સામાજિક જીવન અને સન્માનના માનવ હિત મૂલ્યમાં વધારો કરશે.૩. કેન્દ્રીય મહિલા આરક્ષણ (૩૩%) ને યોગ્યતાપૂર્વક અમલમાં મૂકવાની અરજ:કેન્દ્રીય સરકાર દ્વારા સ્વીકૃત ૩૩% મહિલા આરક્ષણને માત્ર રાજકીય ક્ષેત્રે જ નહીં, પરંતુ રાજકીય, સેવાકીય, આર્થિક અને સામાજિક ક્ષેત્રે પણ સંવિધાનિક ધારાધોરણો અને સરકારી નીતિ-નિયમો મુજબ વર્ષ ૨૦૨૯ સુધીમાં યોગ્યતાપૂર્વક અમલમાં મૂકવામાં આવે તેવી નમ્ર વિનંતી કરવામાં આવી છે.આ પગલું રાષ્ટ્રહિતમાં અને સામાજિક હિતમાં ‘નારી તું નારાયણી’ના સંકલ્પને બુલંદ કરીને મહિલાઓને પુરુષોની સમાનતામાં લાવવા માટે અતિ આવશ્યક છે.આ આવેદનપત્રની નકલ માનનીય વરિષ્ઠ પ્રધાનમંત્રી શ્રી (કેન્દ્રીય સરકાર, નવી દિલ્હી), માનનીય વરિષ્ઠ મુખ્યમંત્રી શ્રી (ગુજરાત રાજ્ય સરકાર, ગાંધીનગર), અને માનનીય વરિષ્ઠ કલેકટર સાહેબ શ્રી (મોરબી જિલ્લા પ્રશાસન) ને પણ મોકલવામાં આવી છે. અરજકર્તાએ આ તમામ મુદ્દાઓને રાષ્ટ્રહિત, સામાજિક હિત અને માનવ હિતમાં તાત્કાલિક ધોરણે પ્રાથમિકતા આપીને યોગ્ય કાર્યવાહી કરવા માંગ







