GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરની મહિલાને મૃત્યુના મુખમાંથી ઉગારી, વિખૂટા પડતા પરિવારમાં કરાવ્યું સુખદ સમાધાન

સફળ કાઉન્સિલિંગનો ચમત્કાર! આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાને '૧૮૧ અભયમ' ટીમે બક્ષ્યું નવજીવન

તા.03/12/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સફળ કાઉન્સિલિંગનો ચમત્કાર! આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાને ‘૧૮૧ અભયમ’ ટીમે બક્ષ્યું નવજીવન, પતિ-પત્ની બંનેનું કાઉન્સિલિંગ કરી જવાબદારીનું કરાવ્યું ભાન, પતિએ શાંતિથી રહેવાની આપી ખાતરી, ગુજરાત સરકારની મહિલા સુરક્ષા અને સહાયતા માટેની સંવેદનશીલ પહેલ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને સુરેન્દ્રનગર જિલ્લામાં એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ કિસ્સામાં સમય સૂચકતા અને સઘન કાઉન્સિલિંગ દ્વારા એક મહિલાને આત્મહત્યા કરતા અટકાવીને તેને નવજીવન બક્ષ્યું છે આ સફળ પ્રયાસ દ્વારા તેના વિખૂટા પડતા પારિવારિક જીવનમાં સુખદ સમાધાન પણ લાવવામાં આવ્યું છે વાત એમ છે કે સુરેન્દ્રનગર રેલવે જંકશન પાસે એક મહિલા આત્મ હત્યા કરવાનો ગંભીર પ્રયાસ કરી રહી હોવાની માહિતી એક જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક ૧૮૧ અભયમ હેલ્પલાઇનને આપવામાં આવી હતી આ કોલ મળતાની સાથે જ અભયમની ટીમ કાઉન્સેલર વૈશાલીબેન મકવાણા સાથે તુરંત ઘટના સ્થળે પહોંચી હતી ટીમે હતાશ મહિલાનો સંપર્ક સાધીને સ્થળ પર જ તેનું પ્રાથમિક કાઉન્સિલિંગ શરૂ કર્યું હતું કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે પીડિતા મધ્યપ્રદેશની વતની છે અને બે દીકરીઓની માતા છે તેણી લાંબા સમયથી પોતાના પતિના માનસિક ત્રાસ અને હેરાનગતિના કારણે ગહન હતાશામાં હતી પીડિતાએ જણાવ્યું હતું કે પતિ દ્વારા ઘર ખર્ચ માટે પૈસા આપવામાં આવતા ન હોવાથી તે પોતે જુદી જુદી હોટેલોમાં વાસણ સાફ કરીને ઘર ચલાવતા હતા પતિ તરફથી મળતા પ્રેમ અને સહાનુભૂતિના અભાવે તેમજ આર્થિક સંકડામણે તેણીને આત્મ હત્યા જેવું આત્યંતિક પગલું ભરવા માટે મજબૂર કરી હતી જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ પીડિતાએ અગાઉ પણ બે-ત્રણ વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આ ગંભીર મામલામાં, અભયમની ટીમે પીડિતાના પતિને પણ તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવીને પતિ-પત્ની બંનેનું સઘન અને અસરકારક કાઉન્સિલિંગ હાથ ધર્યું હતું પતિએ સ્વીકાર્યું હતું કે ઓછી આવકને કારણે ઘર ખર્ચમાં મુશ્કેલી પડે છે પરંતુ તેમણે પત્ની સાથે શાંતિથી રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અભયમની ટીમે પતિને ભારપૂર્વક સમજાવ્યું હતું કે પરિવારના ભરણપોષણ અને પત્ની સાથેના શાંતિપૂર્ણ વ્યવહારની જવાબદારી તેમની જ છે વધુમાં ટીમે પીડિતાને આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી તે જણાવી પોતાની બે દીકરીઓના ભવિષ્ય માટે જીવન જીવવા માટે ભાવનાત્મક સમજાવટ કરી હતી પીડિતાને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગની ‘મહિલા સ્વાવલંબન યોજના’ વિશે પણ વિગતવાર માહિતી આપી હતી જેથી તેઓ પણ પરિવારને સહયોગ આપી શકે સઘન કાઉન્સિલિંગના અંતે પીડિતાના પતિએ પોતાની ભૂલ સ્વીકારીને ખાતરી આપી હતી કે હવે પછી તેઓ ઘરની તમામ જવાબદારી લેશે અને પત્ની સાથે પ્રેમપૂર્વક તેમજ શાંતિથી વર્તન કરશે પીડિતાએ પણ પોતાની ભૂલ સ્વીકારીને હવે ક્યારેય આત્મહત્યાનો પ્રયાસ નહીં કરે તેવી બાંહેધરી આપી હતી આમ અભયમની ટીમના આ સંવેદનશીલ અને સચોટ પ્રયાસોના પરિણામે, પતિ-પત્ની બંનેનું સુખદ સમાધાન થયું અને તેઓએ રાજીખુશીથી પોતાનું જીવન આગળ વધારવાનો નિર્ણય લીધો ગુજરાત સરકારની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સમાજમાં મહિલાઓની સુરક્ષા, ગૌરવ અને પારિવારિક શાંતિ જાળવવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહી છે જેનો આ કિસ્સો એક ઉત્તમ ઉદાહરણ છે.

Back to top button
error: Content is protected !!