GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમા સિદ્ધનાથ મહાદેવ જીર્ણોધાર તથા દત્તાત્રય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શોભાયાત્રા નીકળી.

 

તારીખ ૦૩/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ના ૨૩૨ વર્ષ પ્રાચીન શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરના ના નિર્મળદાસ તથા નવનિર્માણ થયેલ દત્તાત્રય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજરોજ ચોર્યાસી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા મહારુદ્ર યજ્ઞ તથા પ્રતિષ્ઠા નો સવારે ૮ કલાકે પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ શાંતિનગર સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ વ્યાસના ઘરેથી ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી બેન્ડવાજા સાથે ભગવાનની ભવ્ય શોભાયાત્રામાં ચોર્યાસી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ અને સમસ્ત કાલોલ ના ભક્તજનો જોડાયા હતા. ત્રણ દિવસ ચાલનારા આ કાર્યક્રમ મા દિક્ષુ હોમ નિજ મંદિર વાસ્તુ 108 કળશ શ્રીપન વિધિ મૂર્તિના ન્યાસ,શૈયા, ધ્વજારોહણ પ્રાણ પ્રતિષ્ઠા શિખર સ્થાપન મહારુદ્ર યજ્ઞ, મહા આરતી અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!