
આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ જૂનાગઢ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખજુરી હડમતીયા, કેશોદ તાલુકાના બાલાગામ, વંથલી તાલુકાના મોટા કાજલીયારા અને માળીયા ખાતે સ્વયં પ્રેરિત ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂત ભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો તેમજ પ્રાકૃતિક કૃષિના આયામોના ઉપયોગો દ્વારા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ચાલુ રવિ સિઝનમાં અપનાવતા થાય તેમજ ઓછા ખર્ચે ગુણવત્તા યુક્ત ઉત્પાદન તથા જમીનની ફળદ્રુપતામાં વધારો થાય. આત્મા પ્રોજેક્ટ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના કર્મચારીઓ આ તાલીમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમના દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમને અંતે ખેડૂતોને સ્વદેશી અપનાવવા અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





