GUJARATHALOLPANCHMAHAL

હાલોલ કોલેજ ને ૫૦ વર્ષ પૂર્ણ થતા મંડળ દ્વારા ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણી ની તડામાર તૈયારીઓને આખરી ઓપ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૭.૧૧.૨૦૨૫

વર્ષો પહેલા હાલોલ નગર સહીત તાલુકા ના વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ અર્થે પચાસ પંચોતેર કિલો મીટર દૂર દૂર જવું પડતું હતું.જેને લઇ મધ્ય વર્ગ કે ગરીબ વિદ્યાર્થી જે ઓને વધુ અભ્યાસ કરવો હતો છતાં ખર્ચ ને પોહચી ન વળતા અને બહેનોને બહાર ગામ ભણવા માટે મોકલાવી તે એક જટીલ પ્રશ્ન હતો જેને લઇ હાલોલ નગર ના મહાજન લોકો એકત્રિત થઇ હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ ની રચના કરવામાં આવી હતી અને આ મંડળ દ્વવારા દાતા શ્રીઓ પાસે અનુદાન મેળવી 1974 માં મોહનલાલ એન્ડ વિજયાબેન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ની સ્થાપના કરવામાં આવી હતી. જેને લઇ હાલોલ નગર સહીત તાલુકાના વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ નો લાભ મળતો થયો. હવે આ કોલેજ આર્ટસ એન્ડ કોમર્સ ના અભ્યાસ માટે સીમિત નથી રહ્યું મંડળ ના માનદ્દ મંત્રી સમીરભાઈ શાહ અને તેમની ટીમે અથાગ પ્રયત્નો કરી હાલમાં લો કોલેજ, સાયન્સ કોલેજ, બી એસ ડબ્લ્યુ, એમ એસ ડબ્લ્યુ, માસ્ટર ઓફ કોમર્સ કોલેજ નો સમાવેશ કરતા આજે આ કોલેજ માં અંદાજિત 1800 ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા આ કોલેજ એક વટવૃક્ષ બની ગયું છે.કોલેજ ના 50 વર્ષ પૂર્ણ કરી 51 વર્ષ માં મંગળ પ્રવેશ કરતા મંડળ દ્વવારા કોલેજની જયુબિલી વર્ષ ની ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કોલેજના પાયાની ઈંટ સમાન હોઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ફરીથી કોલેજ સાથે જોડાવવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવી રહી છે.જેને લઇ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ની યાદો તાજી થાય એક મિત્ર બીજા મિત્ર ને વર્ષો પછી મળે અને કોલેજ દ્વારા કરવામાં આવી રહેલી ઉજવણીમાં તેઓનો સરળતાથી સંપર્ક થઇ શકે તેવા આશય સાથે આ કોલેજ માં અભ્યાસ કરી ડિગ્રી પ્રાપ્ત કરી ચુક્યા હોય તેવા વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કોલેજ તેમજ જુના મિત્રોનો સંપર્ક કરી આ વધુ માં વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળમાં જોડાય તેવી મંડળ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!