ARAVALLIGUJARATMODASA

મોડાસા : કેશરપુરા ગામ નજીક ખેતરમાં આવેલ કુવામાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મોડાસા : કેશરપુરા ગામ નજીક ખેતરમાં આવેલ કુવામાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો

મોડાસા તાલુકાના કેશરપુરા ગામ નજીક માનવ ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે.રોહિતભાઈ કોદરભાઈના ખેતરમાં આવેલ કુવામાં અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ તરતું જોવા મળતા ગામજનોમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મોડાસા પોલીસ સ્ટાફ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.સાથે જ મોડાસા ફાયર બ્રિગેડની ટીમને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયરમેન સુનીલભાઈ માવી અને તેમની ટીમે કુવામાં ડીપ ડ્રાઈવ લગાવીને મુશ્કેલ કામગીરી વચ્ચે મૃતદેહને બહાર કાઢ્યો હતો.હાલમાં મૃતદેહની ઓળખ માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ મૃતદેહને આગળની કાર્યવાહી માટે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.ઘટનાને લઈ સ્થાનિકોમાં વિવિધ અટકળો ફેલાઈ છે જ્યારે પોલીસ તમામ દિશામાં તપાસ ચલાવી રહી છે

 

Back to top button
error: Content is protected !!