GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેરમાં મકસદે સલીમુલાલ્હશા રીફાઇ ગ્રુપ દ્વારા આયોજીત ફ્રી ખત્ના કેમ્પમાં ૭૨ લોકો એ લાભ લઈ સરાહનીય કાર્યની પ્રશંસા કરી.

 

તારીખ ૦૮/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત જુમ્મા મસ્જિદ ના પ્રાંગણમાં ઇરાક દેશના ઉમેઉબીદા શહેરમાં આરામ ફરમાવતા હઝરત સૈયદ અહમદ કબીર માશુકુલાલ્હ રીફાઇના ૮૬૯ ઉર્સ અને સુરત શહેરમાં આરામ ફરમાવતા હઝરત સૈયદ અબ્દુર્ર રહીમ મહેબૂબુલ્લાહ રીફાઇના ૩૪૭ નાં ઉર્સ ના મોકા પર મકસદે સલીમુલાલ્હશા રીફાઇ ગ્રુપ દ્વારા ફ્રી ખત્ના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ પરિવારજનો એ ભાગ લીધો હતો જેમાં મકસદે સલીમુલ્લાહશા રીફાઇ ગ્રુપ દ્વારા આયોજીત ફ્રી ખત્ના કેમ્પમાં ગોધરાના ખત્ના સ્પેશ્યાલીસ્ટ રફીક હાજી ગુલામ રસુલ ખલીફા દ્વારા ૭૨ મુસ્લિમ પરિવારજનોનાં નાના બાળકો ની ખત્ના સ્પેશ્યાલીસ્ટ આધુનિક વેજ્ઞાનિક પધ્ધતિથી સ્ટિલાઈઝડસાધનો વડે કરવામાં આવી હતી અને સાથે સાથે આયોજકો દ્વારા ૭૨ બાળકોઓને દવા ગોળી સાથે પૌષ્ટિક આહાર જેમાં બદામ પિસ્તા કાજુ અને સુકા કોપરા સહિત પાર્લેજી બિસ્કીટ ના પેકેટ આપીને નાના બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે ફ્રી માં ખત્ના કેમ્પનું આયોજન નો હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને લાભ મળે તેવા ઉદ્દેશ્ય સાથે મકસદે સલીમુલાલ્હશા રીફાઇ ગ્રુપ દ્વારા આયોજીત કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ મુસ્લિમ સમુદાયના પરિવારો એ મોટી સંખ્યામાં લાભ લઈ મકસદે સલીમુલાલ્હશા રીફાઇ ગ્રુપ નો આભાર વ્યક્ત કરી આ સરાહનીય કાર્યની પ્રશંસા કરી હતી.સમગ્ર કાર્યક્રમ દરમિયાન સૈયદ મુજ્જમીલ લેબોરેટરી વાળા અને મકસદે સલીમુલ્લાહશા રીફાઇ ગ્રુપ ના સભ્યોએ ખળે પગે સેવા બજાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!