TANKARA:ટંકારા જબલપુર પ્રાથમિક શાળા (PM શ્રી) – ગુજરાત જિલ્લા ખેલ મહાકુંભમાં શાળાનું શાનદાર પ્રદર્શન

TANKARA:ટંકારા જબલપુર પ્રાથમિક શાળા (PM શ્રી) – ગુજરાત જિલ્લા ખેલ મહાકુંભમાં શાળાનું શાનદાર પ્રદર્શન
જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ-૨૦૨૫માં શ્રી જબલપુર પ્રાથમિક શાળા (PM શ્રી), ગુજરાતના વિદ્યાર્થીઓએ અપ્રતિમ પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું છે. વિવિધ રમતોમાં બહેનોએ ધમાકેદાર દેખાવ કરી ઘણા મેડલ અને પ્રમાણપત્રો પર કબજો જમાવ્યો છે.
વિજેતા બહેનોની યાદી:અંડર-૯ બ્રોડ જંપ: આદ્રોજા ધ્યાનીબેન – બીજું સ્થાન અંડર-૧૧ ૫૦ મીટર દોડ: કંઝારિયા નિરાલીબેન – બીજું સ્થાન અંડર-૧૧ ચેસ: નમેરા તિથીબેન – બીજું સ્થાન અંડર-૧૪ ૨૦૦ મીટર દોડ: પાણ સુહાનીબેન – બીજું સ્થાન અંડર-૧૭ ૪૦૦ મીટર દોડ: અઘારા ખુશીબેન – ત્રીજું સ્થાન
આ ગૌરવપૂર્ણ સફળતા માટે શાળાના આચાર્યશ્રી, તમામ શિક્ષકો, SMC ના સભ્યો ,વિદ્યાર્થીઓ તથા વાલીઓએ વિજેતા બહેનોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે. શિક્ષકોના સતત માર્ગદર્શન, વાલીઓના પ્રોત્સાહન અને બહેનોની અથાગ મહેનતના પરિણામ સ્વરૂપે આ ઉજ્જવળ સિદ્ધિ મળી છે.શ્રી જબલપુર પ્રાથમિક શાળા (PM શ્રી) આગામી સમયમાં પણ રમત-ગમત તેમજ શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓની પ્રતિભાને વિકસાવવા અને નવી ઊંચાઈઓ સર કરવા પૂર્ણ પ્રતિબદ્ધ છે.અભિનંદન વિજેતા બહેનોને! ગૌરવ છે અમને આપ પર!!






