BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO
ભાવનગરના વૃદ્ધ આશ્રમમાં સંગીતનો વિશેષ કાર્યક્ર્મ યોજાયો
“વૃદ્ધાશ્રમના આંગણે સંગીતનો પડઘો વાગ્યો, જિંદગીના શૂન્યમાં આનંદનો સૂર છવાયો.”

ભાવનગરના વૃદ્ધાશ્રમ ખાતે ૨૬ જાન્યુઆરીએ વડીલો માટે એક વિશેષ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય વડીલોને નવી ઉર્જા, મનની શાંતિ અને તાજગીનો અનુભવ કરાવવાનો હતો. ભાવનગરના જાણીતા કલાગુરુ શ્રીમતી દક્ષાબેન મહેતાના આશીર્વાદથી યુવા સંગીતકાર ધ્રુવ પંડ્યા અને તેમની ટીમ “સ્વરાગ સિમ્ફની” દ્વારા શાસ્ત્રીય સંગીત, ભજન, પ્રાર્થનાઓ અને ફિલ્મી ગીતોની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી. વડીલો માટે આ અનોખી સંગીતયાત્રા યુવા સંગીતકાર ધ્રુવ પંડ્યાના ઉદાર સંકલ્પનો ભાગ છે, જેમાં તેઓ ગુજરાતના ૧૦૦થી વધુ વૃદ્ધાશ્રમોમાં મફત સંગીત પ્રસ્તુત કરી વડીલોના જીવનમાં રંગ ભરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે ૬ વૃદ્ધાશ્રમોમાં સફળ કાર્યક્રમો યોજાયા છે. આ પ્રસંગે ભાવનગર વૃદ્ધ આશ્રમના પ્રમુખ આદરણીય નીલાબેન ઓઝા અને ટ્રસ્ટી અચ્યુતભાઈ મહેતાની વિશેષ ઉપસ્થિતિ પણ કાર્યકર્મમાં ઉત્સાહમાં વધારી દીધો હતો આ કાર્યક્રમ રોબર્ટ ફર્નાન્ડીઝના માર્ગદર્શન હેઠળ અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીરીશભાઈ પંડ્યા, લતાબેન સોનપાલ, અને રસિકભાઈ બારૈયા દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી. સ્વરાગ સિમ્ફની દ્વારા સંગીતના વિવિધ તાલ અને મધુર સુર સાથે વડીલોને ધબકતું જીવન માણવાનો મોકો મળ્યો. વડીલો ગીત અને સંગીતના મધુર નાદમાં મગ્ન થઈને આનંદથી નાચવા લાગ્યા. આ કાર્યક્રમ એ યુવા પેઢી માટે પણ એક પ્રેરણાસ્ત્રોત બની છે કે કેવી રીતે તેઓ પોતાની ક્ષમતા અને સંસ્કૃતિના માધ્યમથી વડીલોને પ્રેમ અને સન્માન આપી શકે છે. ધ્રુવ પંડ્યાની આ પહેલ રાજ્યના દરેક વૃદ્ધાશ્રમ સુધી પહોંચે અને સાથે યુવા પેઢીને વડીલોના જીવન મૂલ્યો પ્રત્યે સન્માન અને સેવાના સંસ્કાર સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.





