પોલીસના પૂરક બનતા હોમગાર્ડઝની ફરજો સરાહનીય

*હોમગાર્ડઝની નિવૃતી વયમર્યાદા ત્રણ વર્ષ વધારવાનાં રાજ્ય સરકારનાં મહત્વપૂર્ણ નિર્ણયને ફટાકડા ફોડી., મીઠું મોઢું કરાવી આવકારતાં જિલ્લાના હોમગાર્ડઝ જવાનો.!*
રાજ્યમાં હોમગાર્ડઝ દળ પોલીસના પૂરક બળ તરીકે ઉત્તમ કામગીરી કરી રહ્યું છે અને હોમગાર્ડઝના જવાનો ચૂંટણી બંદોબસ્ત, રાત્રી પેટ્રોલિંગ, ધાર્મિક/મેળા બંદોબસ્ત, વીવીઆઈપી સહિતની દૈનિક તમામ ફરજો પોલીસ સાથે ખંતપૂર્વક નિભાવે છે
રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ બાહોશ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો.!
રાજ્ય સરકારે મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, ૧૯૫૩ના નિયમ- ૯ માં આ અંગે સુધારો કરવા નિર્ણય લીધો છે. જેને પરિણામે હવે હોમગાર્ડઝ સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા ૫૫ વર્ષથી વધારીને ૫૮ વર્ષ થશે અને નિવૃત થતાં હોમગાર્ડઝને વયમર્યાદા વધારવાની ઝંઝટ માંથી કાયમી મુક્તિ મળશે અને ઘણીબધી વહીવટી કામગીરી માંથી દરેક જિલ્લા કચેરી તથા વડી કચેરીને મુક્તિ મળશે.!
આ નિર્ણયથી હોમગાર્ડઝ સભ્યોમાં રાષ્ટ્ર-સેવા કરવા માટેનો જુસ્સો વધશે, અને તેઓ વધુ ત્રણ વર્ષ માટે પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવી શકશે.!
સરકારશ્રીના આ નિર્ણયને જામનગર જિલ્લાનાં તમામ યુનિટોએ હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા અને હોમગાર્ડઝ ભાઈઓ તથા બહેનો દ્વારા ફટાકડા ફોડી, મીઠું મોઢું કરાવી આવકાર્યો છે.!






