આણંદ વિશ્વ પર્યાવરણ દિવસ કરમસદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આણંદ વિશ્વ પર્યાવરણ દિવસ
કરમસદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયોઅ

તાહિર મેમણ -05/06/2026 – કરમસદ આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ, આણંદના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અખંડ ભારત ઉદ્યાન- કરમસદ ખાતે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડાની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ સમયે મંત્રી સંજયસિંહ મહિડા, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર દીપિકાબેન પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર આર.એન. ડોડીયા, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
મંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી એ આપણા સૌની જવાબદારી છે. દરેક નાગરિક વૃક્ષ વાવે અને તેનું જતન કરે તો જ આપણે સૌ ભેગા મળીને હરિયાળુ ગુજરાત બનાવી શકીશુ.
પર્યાવરણના રક્ષણ અને ક્લાઈમેટ ચેન્જને અટકાવવાના ઉદ્દેશ્યથી કરમસદ ખાતેના અખંડ ભારત ઉદ્યાનમાં 150 જેટલા રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં બોરસલી, પારીજાત, અર્જુન સાદડ અને કદમ જેવા રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.



