MORBI:મોરબીના નહેરુ ગેટ ચોક વિસ્તારમાં મહાનગરપાલિકા અને ટ્રાફિક શાખાની દબાણ હટાવ ઝુંબેશ

MORBI:મોરબીના નહેરુ ગેટ ચોક વિસ્તારમાં મહાનગરપાલિકા અને ટ્રાફિક શાખાની દબાણ હટાવ ઝુંબેશ
(રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી)
મોરબી શહેરના વ્યસ્ત નહેરુ ગેટ ચોક વિસ્તારમાં મોરબી મહાનગરપાલિકા તથા ટ્રાફિક શાખા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રસ્તા પર પડતા ગેરકાયદેસર દબાણોને કારણે વાહનચાલકો અને મુસાફરોને થતી અવરજવર સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ કાર્યવાહી કરવામાં આવી હતી.ઝુંબેશ દરમિયાન રસ્તા પર ગેરકાયદે રીતે મૂકાયેલા કેબિન, રેકડી, સામાન તથા અન્ય હટાવી શકાય તેવા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સાથે જ વ્યવસાયિકોને ભવિષ્ય માં આવા દબાણ ન ઉભાં થાય તે અંગે સમજાવટ અને તાકીદ કરવામાં આવી હતી. ટ્રાફિક શાખા દ્વારા વાહનવ્યવહાર સરળ બની રહે અને અકસ્માતોની શક્યતા ઓછી થાય તે હેતુથી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું હતું કે શહેરના અન્ય વિસ્તારોમાં પણ સમયાંતરે દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રહેશે. સ્થાનિક નાગરિકોએ આ કાર્યવાહીનું સ્વાગત કરી ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આવી ઝુંબેશ નિયમિત રીતે થાય તેવી માંગ વ્યક્ત કરી હતી.








