GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: કલા અને કલમે રચ્યો ગૌરવનો ઇતિહાસ- ભાઈ–બહેનની જોડીએ પાથર્યો સમાજમાં પ્રકાશ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ગણદેવાના વિશાલ પંચાલને કલા સંવર્ધન ક્ષેત્રે અને ઉર્વીબેન પંચાલને શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ સન્માનિત કરાયા

શ્રી પંચાલ સેવા સમાજ, મુંબઈ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિના પવિત્ર અવસરે સન્માન સમારોહ મલાડ સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે મેનેજિંગ ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ મિસ્ત્રીના કરકમળે અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ગણદેવા નિવાસી શ્રી વિશાલ પંચાલને કલા સંવર્ધન ક્ષેત્રે વિશેષ સિદ્ધિ બદલ અને નવસારી નિવાસી શ્રીમતી ઉર્વીબેન પંચાલને શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ ભાવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતાં. કલા અને કલમે રચ્યો ગૌરવનો ઇતિહાસ, ભાઈ–બહેનની જોડીએ પાથર્યો સમાજમાં પ્રકાશ.

         બંને ભાઈ–બહેનને એકસાથે સમાજ તરફથી સન્માન મળતાં માતા ગં. સ્વ. નીલાબેન પંચાલના હૃદયમાં અપાર આનંદ અને ગૌરવની લાગણી છલકાઈ ઊઠી હતી, અને સ્વર્ગસ્થ પિતા શ્રી કિશોરભાઈ પંચાલની પરોક્ષ હાજરી અને આશીર્વાદ સૌએ અનુભવી લીધા. સંસ્કારની ધરોહર, શ્રમની સાધના, સંતાનોમાં પ્રતિબિંબિત થાય માતૃ -પિતૃના  સપના.

આ પ્રસંગે પંચાલ પરિવારે શ્રી પંચાલ સેવા સમાજ, મુંબઈ તથા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જીતેન્દ્રભાઈ મિસ્ત્રી પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Check Also
Close
Back to top button
error: Content is protected !!