MORBI મોરબી અમર શહીદ વિર જવાન ગણેશભાઈ પરમારની અંતિમ યાત્રા નીકળી

MORBI મોરબી અમર શહીદ વિર જવાન ગણેશભાઈ પરમારની અંતિમ યાત્રા નીકળી
મોરબીના જવાન ગણેશભાઈ મનસુખભાઈ પરમાર સિકંદરાબાદમાં ફરજ બજાવતી વેળાએ તા.9ના રોજ શહીદ થયા છે. આજે ગુરૂવારે વહેલી સવારે તેમનો પાર્થિવ દેહ મોરબી આવી પહોંચ્યો હતો. ત્યારબાદ તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.
અંતિમયાત્રા મયુર પુલ, શક્તિ ચોક,નહેરુ ગેટ,સિવિલ હોસ્પિટલ, સરદાર બાગ, ઉમિયા સર્કલ, ભક્તિ નગર સર્કલ, શનાળા રાજપર ચોકડી, ઘુનડા રોડ સભારાની વાડી ચિરાગ પાનની પાછળ, શનાળા રાજપર ચોકડી, ભક્તિ નગર સર્કલ, દલવાડી સર્કલ, પંચાસર ચોકડી અને ત્યાંથી સોનાપુરી સ્મશાને યાત્રા પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ વીર શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
અને ભારતીય સેનામાં જવાન તરીકે ફરજ બજાવતા અને મહારાષ્ટ્ર ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલ ગણેશભાઈ મનસુખભાઈ પરમારની આજે અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા, આ સાથે યાત્રામાં જોડાયેલા સેવાએ એજ સંપત્તિ ફાઉન્ડેશન ગ્રુપના ઓનર અજયભાઈ લોરીયા દ્વારા શહીદ જવાના પરિવારને રૂપિયા 1,00,000 ની સહાય આપવાની જાહેરાત કરી હતી.










