ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : LCBએ બે કારમાંથી ₹3.91 લાખનો વિદેશી દારૂ ઝડપી, સરગાસણનો લિસ્ટેડ બુટલેગર ગુલાબસિંહ જેઠવા પકડાયો

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : LCBએ બે કારમાંથી ₹3.91 લાખનો વિદેશી દારૂ ઝડપી, સરગાસણનો લિસ્ટેડ બુટલેગર ગુલાબસિંહ જેઠવા પકડાયો

 

અરવલ્લી જિલ્લામાં થર્ટી–ફર્સ્ટ પૂર્વે બુટલેગરો ફરી સક્રિય બનતા વિદેશી દારૂની હેરાફેરીમાં વધારો થયો છે. રાજસ્થાનની સરહદ પરથી નાના અને મોટા વાહનો મારફતે દારૂ Gujaratમાં ઠાલવાઈ રહ્યો છે ત્યારે SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર પેટ્રોલિંગ અને ચેકિંગ વધુ કડક બનાવ્યું છે.

ઈસરી અને ટીંટોઈ માર્ગોમાં છેલ્લા કેટલાક મહિનાથી વિદેશી દારૂની લાઇન ચાલતી હોવાની માહિતી સામે આવતા જિલ્લા LCBએ મોડાસા રૂરલ પોલીસ કરતાં ઝડપી કાર્યવાહી હાથ ધરતા બે અલગ–અલગ કારોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ કબ્જે કર્યો હતો.સરડોઈ નજીક હોન્ડા સિટીમાંથી ₹2.59 લાખનો દારૂ જપ્ત મોડાસા રૂરલ પોલીસ વિસ્તરના જીવણપુર નજીક દારૂ ભરેલી હોન્ડા સિટી કારને અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ બુટલેગર કાર હંકારતા ફરાર થયો.પોલીસે પીછો કર્યા બાદ સરડોઈ નજીક છોડી દેવાયેલી કારમાંથી ₹2.59 લાખનો વિદેશી દારૂ મળ્યો હતો.કાર સહિત મળીને કુલ ₹7.59 લાખનો મુદ્દામાલ જપ્ત થયો.

ગાજણ ટોલપ્લાઝા નજીક કિયા સેલ્ટોસમાંથી ₹1.32 લાખનો દારૂ — ગુલાબસિંહ જેઠવા ઝડપાયો બાતમીના આધારે એલસીબી ટીમે ગાજણ ટોલપ્લાઝા નજીક કિયા સેલ્ટોસ કારને રોકી ચકાસણી કરતાં અંદરથી 192 બોટલ વિદેશી દારૂ (કિંમત ₹1.32 લાખ) મળી આવી.

આ દરમિયાન ગાંધીનગર સરગાસણનો લિસ્ટેડ બુટલેગર ગુલાબસિંહ ચંદુભા જેઠવા (રહે. મધુરમ ગ્રીન-સરગાસણ, મૂળભૂત ભાવનગર માંગરોળ) ઝડપાયો.તેના પાસેથી વિદેશી દારૂ ,કિયા સેલ્ટોસ કાર મોબાઇલ ફોન મળી કુલ ₹6.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો

જિલ્લા LCBની બંને કાર્યવાહી મળીને કુલ ₹3.91 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે.સંબંધિત બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.થર્ટી–ફર્સ્ટની તૈયારી વચ્ચે દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે.

 

Back to top button
error: Content is protected !!