કાલોલ:ટીંબાગામ પ્રાથમિક શાળામાં બેગલેશ ડે ની ઉજવણી કરવામાં આવી.

તારીખ ૧૨/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત સરકાર ના પરિપત્ર અનુંસંધાને રાજ્યની ધોરણ 6 થી 8 ની તમામ શાળાઓમાં બેગલેશ ડે અંતર્ગત ઉજવણી કરવાની હોવાથી આજરોજ પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકાની ટીંબાગામ પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના બાળકોને વ્યાવસાયિક શિક્ષણ અનુસંધાને વિવિધ મુલાકાત કરાવવામાં આવી હતી જેમાં સૌથી પહેલા આર. આર.ફીટનેશ કેમ્પ ની મુલાકાત કરવામાં આવી ત્યાંથી પશુપાલન વ્યવસાય, કૃષિ અંતર્ગત ચંદનની ખેતી ની મુલાકાત કરવામાં આવી જેમાં બાળકોને વ્યવસાય અંતર્ગત માહિતી આપવામાં આવી હતી. બાદ ઇન્દિરાનગરી ખાતે આવેલ સામાજિક વનીકરણ કેન્દ્ર ની મુલાકાત કરાવાઈ જેમાં આશરે 50 હજાર થી વધું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અહીં બાળકોને વૃક્ષ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બાદ ટુવા ખાતે આવેલ ઐતિહાંસિક ભીમની ચોરી તેમજ ગરમ પાણી ના કુંડ ની મુલાકાત કરી આનંદ સાથે પરત ફર્યા હતા.





