GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ડુમાણા ગામની પ્રા.શાળાના 200 ઉપરાંત બાળકોને સ્કુલ ડ્રેસ બુટ મોજા,સ્વેટર,સ્કુલ બેગ દાતા દ્વારા વિતરણ

 

તારીખ ૧૨/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ સહ ડુમાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ૨૦૦ નંગ બુટ મોજા, ૨૦૦ નંગ સ્વેટર, ૨૦૦ નંગ સ્કૂલ બેગ, ૨૦૦ નંગ સ્કૂલ ડ્રેસ તથા બધા જ બાળકોને ભોજનના દાતા દુર્ગાબેન બળદેવભાઈ ગોબરદાસ પટેલ પરિવાર યુ.એસ.એ. વતન ગવાડા તરફથી શ્રી દિવ્યચરણદાસજી સ્વામી, શ્રી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામી, શ્રી સર્વાત્માપ્રિયદાસજી સ્વામી તથા શ્રી ત્યાગ પ્રિયદાસજી સ્વામીના વરદ હસ્તે વિતરણ કરાયા હતા. વિદ્યાર્થીઓને ઉદ્ બોધન કરતાં શ્રી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, વિદ્યા વિનયથી શોભે છે. શરૂઆતથી જ બાળકોને સંસ્કાર આપવાની જવાબદારી માતા-પિતાની હોય છે. જેમ કે સત્સંગ, સંસ્કાર અને શિક્ષણ જેનામાં હશે તે હંમેશાં પ્રગતિ શાધી શકશે.

Back to top button
error: Content is protected !!