GUJARATHALOLPANCHMAHAL

હાલોલના ઓડ ફળિયામા એક મકાનમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો,ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવ્યો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૧૨.૨૦૨૫

હાલોલ વડોદરા રોડ પર આવેલ ઓડ ફળિયામાં શનિવારે સવારે એક મકાનમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.મકાનના વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.આગ પ્રસરી જતા મકાનની અંદર રહેલી ઘરવખરી આગની ઝપટમાં આવી હતી, જેના કારણે મકાન માલિકને નુકસાન થયું છે.પ્રાપ્ત માહિતી મુજબ શોર્ટ સર્કિટ થયાના સમયે મકાન માલિક ઘર બંધ કરીને બહાર ગયા હતા. દરમિયાન ઘરમાંથી ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને શક્ય તેટલો સામાન ઘરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.ઘરમાં આગ લાગ્યાની જાણ થતાં જ હાલોલ ફાયર ફાઇટરને કરવામા આવી હતી.હાલોલ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી જ્યારે આગમાં કેટલું નુકસાન થયું છે તેનો ચોક્કસ અંદાજ હજુ સુધી લગાવવામાં આવ્યો નથી.

Back to top button
error: Content is protected !!