SOG પોલીસે કાલોલ ખાતે મોબાઈલ વેચાણ રજીસ્ટર નહી રાખનાર પાંચ દુકાનદારો સામે કાર્યવાહી કરી.

તારીખ ૧૩/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
મોબાઈલ લે વેચ કરવા માટેનું રજીસ્ટર નિભાવવાથી ગ્રાહકોની યાદી મળી રહે છે અને મોબાઈલ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં વાપરવામાં આવે ત્યારે આ વેચાણ રજીસ્ટર આધારે ઓળખ થતી હોય છે.એસઓજી પોલીસ સ્ટેશન ના પીએસઆઇ બી કે ગોહિલ સ્ટાફ સાથે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને માહિતી મળી કે આ વિસ્તારના મોબાઈલ ફોન વેચતા દુકાનદારો નવા મોબાઇલ ફોન વેચતી વખતે જરૂરી રજીસ્ટર નિભાવતા નથી જે અંગેની જુદીજુદી દુકાનોમાં તપાસ કરતા (૧) ડેરોલ સ્ટેશન રોડ ઉપર આવેલ ફોન બુક મોબાઇલ શોપ ના માલિક કરણકુમાર હિતેનકુમાર ગાંધી રહેવાસી હાઉસિંગ સોસાયટી (૨) ડેરોલ સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રીનાથ મોબાઇલ શોપ ના માલિક હાર્દિક તરુણકુમાર પરીખ રહેવાસી શ્રીજી સોસાયટી કોલેજ પાછળ કાલોલ (૩) ડેરોલ સ્ટેશન રોડ પર પૂજારા ટેલિકોમ મોબાઇલ શોપના સુનિલકુમાર સુરેશભાઈ રાવળ રહેવાસી દેલોલ (૪) ડેરોલ સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રી ગણેશ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઇલ શોપના માલિક અમિતકુમાર પ્રતાપ ચંદ્ર સામવાણી રહેવાસી કાછિયાનીવાડી કાલોલ તથા (૫) ગાંધી પેટ્રોલ પંપ સામે આવેલ જસ્મીન મોબાઇલ શોપ નામ માલિક આદિલ મેહબૂબ રહેવાસી રગડીયા પ્લોટ, સરકારી ગોડાઉન પાસે ગોધરા. આ તમામ દુકાનદારો નવા મોબાઇલ ફોન વેચતી વખતે વેચાણ રજીસ્ટર નિભાવતા ન હોય પોલીસે જીલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામા ભંગ બદલ બીએનએસ કલમ 223 હેઠળ તમામ સામે કાર્યવાહી કરી કાલોલ પોલીસ મથકે ગુના દાખલ કરાવ્યા હતા.





