
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૬ ડિસેમ્બર : કચ્છ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા વિવિધ રસ્તાઓના મજબૂતીકરણ અને નવીનીકરણના મહત્વપૂર્ણ કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. માંડવી તાલુકાના લુડવા – દરશડી – કોજાચોરા – પુનડી – તુમ્બડી – રામાણીયા રોડ કિ.મી.૦/૦૦ થી ૨૦/૦૦ ની મજબૂતીકરણની કામગીરી માટે ગુજરાત સરકારશ્રી દ્વારા મંજૂરી મળી છે. જેના અનુસંધાને કચ્છના માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ રસ્તાના મજબૂતીકરણના કાર્યથી સ્થાનિક વિસ્તારોમાં કનેક્ટિવિટી વધશે તેમજ વાહનોની ગતિશીલતા વધશે. હાલમાં આ રસ્તાના ૨૦.૦ કિ.મી. પૈકી ૬.૦ કિ.મી.માં સી.સી. રોડની કામગીરી તેમજ બાકીની લંબાઇમાં ડામરની કામગીરી પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસના પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ છે.




