દિયોદર મોજરુ જુના ગામે બૂટલેગરો ના પાનના ગલ્લા પર બુલડોઝર ફેરવી દેવાયું ગેરકાયદેસર વીજ કનેક્શન કપાયું

દિયોદર મોજરુ જુના ગામે બૂટલેગરો ના પાનના ગલ્લા પર બુલડોઝર ફેરવી દેવાયું ગેરકાયદેસર વીજ કનેક્શન કપાયું
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
: ડી વાય એસ પી ,દિયોદર પી આઈ સહિત પોલીસ કાફલો તૈનાત
: દારૂની રેડ દરમિયાન બૂટલેગરો ના માણસો દ્વારા પોલીસ ઉપર હુમલો કરાયો હતો
થોડા સમય પહેલા દિયોદર પોલીસ ઉપર બૂટલેગરોના માણસો દ્વારા દારૂની રેડ દરમિયાન હુમલો કરવા મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં મંગળવારે દિયોદર પોલીસે મોજરુ જુના ગામે બૂટલેગરો ના પાનના ગલ્લા ને બુલડોઝર દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યાં ગેરકાયદેસર વીજ કનેક્શન પણ દૂર કરવામાં આવ્યું હતું
દિયોદર પોલીસ દ્વારા થોડા દિવસો અગાઉ દિયોદર તાલુકાના મોજરુ જુના ગામે એક પાનના ગલ્લા પર દારૂનું વેચાણ થાય છે તેવી બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી જ્યાં બુટલેગર પિન્ટુસિહ સોલંકી તેમજ જગતસિંહ સોલંકી નામના ઈસમોએ તેમના માણસો ને બોલાવી પોલીસ ઉપર હુમલો કર્યો હતો જે બનાવમાં પોલીસે બુટલેગર સહિત ૧૨ ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો જે મામલે મંગળવારે દિયોદર ડી વાય એસ પી શિલ્પા ભારાઇ તેમજ દિયોદર પી આઈ વી જે પ્રજાપતિ સહિત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોજરુ જુના ગ્રામ પંચાયત સરપંચ તલાટી મંત્રી ની હાજરીમાં બુટલેગર ના પાનના ગલ્લા ઉપર બુલડોઝર ફેરવી પાનના ગલ્લા ને તોડી પાડી ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ હતી જેમાં આરોપીના ઘર અને પાનના ગલ્લામાં ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યું હતું દિયોદર પોલીસ પર હુમલાના મામલે દિયોદર પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા દારૂનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હતો
ગેરકાદેસર દબાણ અને વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યું છે ડી વાય એસ પી
આ બાબતે દિયોદર ડી વાય એસ પી શિલ્પા ભારાઇ એ જણાવ્યું હતું કે દિયોદરના મોજરુ જુના ગામે બૂટલેગરો દ્વારા પોલીસ ની દારૂની રેડ દરમિયાન પોલીસ ની કામગીરીમાં રુકાવટ કરેલ જે ગુન્હામાં પોલીસે કડક કાર્યવાહી કરી છે આજે બૂટલેગરો ના ગેરકાયદેસર ગલ્લા ને તોડી પાડેલ છે અને આરોપીના વીજ કનેક્શન પણ દૂર કરવામાં આવ્યા છે હાલ ત્રણ આરોપીની અટકાયત થયેલ છે અન્ય આરોપીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે





