કાલોલના કરાના મુવાડા પ્રા.શાળામાં અમેરિકા અને કેનેડા નિવાસી NRI દ્વારા બાળકો ને સંપૂર્ણ યુનિફોર્મ અને સ્વેટર આપવામાં આવ્યા.

તારીખ ૧૭/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની કરાના મુવાડા પ્રાથમિક શાળામાં અમેરિકા નિવાસી કૃણાલભાઈ પટેલ ધ્વારા બાળકો ને સ્વેટરને કેનેડા નિવાસી સુમતભાઈ જૈન ધ્વારા યુનિફોર્મ આપવામાં આવ્યો હતો.આ પહેલા બન્ને દાતાઓ ધ્વારા તમામ બાળકોને યુનિફોર્મ અને બુટ મોજા પણ આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે શાળા ના આચાર્ય રમેશકુમાર પટેલ, નયનાબેન પટેલ,એસ.એમ.સી અધ્યક્ષ જ્યેદ્રભાઈ ,શિક્ષણ વિદ શૈલેષ ભાઈ,ભરતભાઇ અને મોટી સંખ્યામાં માતાઓ હાજર રહી ને એમના વરદ હસ્તે બાળકોને સ્વેટર એનાયત કર્યા હતા.બાળકો ને સંપૂર્ણ યુનિફોર્મ અને સ્વેટર મળતાં બાળકો માં ખૂબ આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી.ત્યારબાદ શાળાના આચાર્ય એ અમેરિકા અને કેનેડા સ્થિત દાતા ને ટેલીફોનિક આભાર વ્યક્ત કર્યો હતો.અને અને વાલી મીટીંગ પણ કરવામાં આવી હતી. બાળકો ના શિક્ષણ,સ્વચ્છતા, શાળાની અને બાળકોની પ્રગતિ ની ચર્ચા કરવામાં આવી હતી.







