કાલોલ તાલુકાના બોડીદ્રા ગામે ૩૦ દિવસથી પીવાનું પાણી નહીં આવતા ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું.

તારીખ ૧૭/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બોડીદ્રા ગ્રામ પંચાયતમાં છેલ્લા ઘણા સમય થી ડેરી વાળા ફળીયામાં પાઈપલાઈન નુ કામ સ્થળ ઉપર કર્યા વગર બારોબાર ગ્રામ પંચાયત મા ઠરાવ તૈયાર કરી સરકારી નાણા ખોટા બીલ બનાવી ઉઠાવી લેવામા આવેલ છે.હાલ જે ગ્રામ પંચાયત માથી ખોટા બીલ બનાવી તારીખ. ૧૯/૦૯/૨૦૨૫ ના રોજ ₹.૪૭,૮૭૦/ની રકમ નુ બીલ ગ્રામ પંચાયત ઓનલાઈન વેબસાઈટ ઉપર બતાવવામા આવે તે સદંતર ખોટુ બીલ હોય જેની સ્થળ તપાસ થાય તેમ જરૂરી જણાય છે ત્યારબાદ બીજુ બીલ તારીખ.૧૯/૦૯/૨૫ નુ ₹.૧,૧૧,૫૭૩/ નુ ઓનલાઈન વેબસાઈટ ઉપર બતતાવામા આવેલ છે જે ડેરી વાળા ફળીયાના નામથી સરકારી નાણા નો વેડફાટ કર્યો હોય તેવુ સ્પષ્ટ થાય છે જે ડેરી વાળા ફળીયામા છેલ્લા એક મહીનાથી પાણી જ નથી આવતુ અને પાઈપલાઈન તો બદલવામા પણ નથી આવી જે ફળીયાના રહીશો જણાવી રહ્યા છે કે અમારા ફળીયામા છેલ્લા ત્રીસ વર્ષ થી કોઈ પાઈપલાઈન બદલેલ નથી તો આ ખોટા ઠરાવ મંજૂર કરી કુલ. ૧.૫૯ લાખ ની રકમનો વેડફાટ કરેલ હોય જે તપાસ નો વિષય બન્યો છે અને હાલ ડેરીવાળા ફળીયામા ૪૦ જેટલા મકાનો આવેલા છે જયા રોજિંદા વપરાશ માટે અને પીવા માટે નુ પાણી બિલકુલ બંધ હાલત મા હોય જે ચાલુ કરાવવા સરપંચ અને તલાટી કમ મંત્રીને મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ તેઓ કોઈ ઉકેલ લાવતા નથી તેથી આવેદન પત્ર આપવામાં આવ્યું છે.






