
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા સાઈબર ક્રાઈમ પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની ઝીણવટભરી તપાસ રંગ લાવી..
ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા કરોડોનાં સાઇબર ફ્રોડ ગુનામાં સંડોવાયેલ ઇન્ટરનેશનલ દુબઈ સાયબર માફિયાઓની ધરપકડ કરી છે.ડાંગ જિલ્લાનાં આહવા સાયબર ક્રાઇમ પોલીસ મથકે એક ફરિયાદીએ નોંધાવેલ ફરિયાદ મુજબ, ફરિયાદીને 1203 ENAM Shanti Yatra તથા Nuvama T49 Tred Observation Group નામના ગૃપો દ્રારા ફરીયાદી પાસેથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી સારો નફો આપવાની લોભામણી લાલચ આપેલ હતી.જે બાબતે સાયબર ક્રાઈમ પો.સ્ટે આહવા ખાતે ગુનો દાખલ થયેલ હતો. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્રારા ઝીણવટભરી તપાસ તથા વર્ક આઉટ કરી ટેક્નીકલ સોર્સ તેમજ ટેકનીકલ એનાલીસીસની મદદથી સાયબર ફ્રોડના રૂપીયા સુરતથી દુબઈ માં USDT (ક્રિપ્ટો બાયનાન્સ) માં ટ્રાન્સફર કરનાર સાયબર માફિયાઓની ઘરપકડ કરવામાં આવેલ છે.ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ સાઈબર ક્રાઈમ પોલીસ મથકનાં પી.આઇ.આર.એસ.પટેલની ટીમે આ કેસમાં ઝીણવટભરી તપાસ કરી આરોપીઓમાં (1) ગૌરવ સવજીભાઇ કાકડીયા (રહે-અમરોલી -સુરત) અને (2)ચેતનભાઇ ગોરધનભાઇ ગાંગાણી( રહે -કામરેજ,સુરત) ની અટકાયત કરી છે.તેમજ હાલમાં આ બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ સાઈબર ક્રાઈમ પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ.પટેલ દ્વારા કરવામાં આવી રહી છે..





