ખનીજ માફિયાના મકાન પર બુલડોઝર ફેરવવા પહોંચ્યા પ્રાંત અધિકારી, ભાજપ નેતાએ હાથ જોડી કરી આજીજી

થાનમાં તંત્રની ટીમ પર હુમલો કરનાર ખનિજ માફિયાના ઘર પર બુલડોઝર ફેરવવા પ્રાંત અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો હતો ત્યાં જ એક ભાજપના નેતાએ પ્રાંત અધિકારી સામે હાથ જોડી મકાન ન તોડવા આજીજી કરી હતી જેનો વિડીયો પણ વાયરલ થતાં આ ભાજપના નેતાની ખનીજ માફિયા સાથે સાંઠગાંઠ હોવાની સ્થાનિકો ચર્ચા કરી રહ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ થાનના ભાડુલા વિસ્તારમાં ખનિજ ચોરી પર રેડ કરવા ગયેલી પ્રાંત અધિકારીની ટીમ પર ખનિજ માફિયા ભરત અલગોતર દ્વારા હુમલો કરાયો હતો, જે બાદ પ્રાંત અધિકારી હરેશ મકવાણા સહિતની ટીમ આ ખનીજ માફિયાના ગેરકાયદેસર ઘર પર બુલડોઝર ફેરવવા માટે ગઈ હતી, ત્યારે ત્યાં હાજર થાન શહેર ભાજપ પ્રમુખે પ્રાંત અધિકારી સમક્ષ હાથ જોડી ખનીજ માફિયાનું ઘર ન તોડવા આજીજી કરાઇ હતી. ખનિજ માફિયાઓના ગેરકાયદેસર બંગલો બચાવવા ભાજપ નેતાએ પ્રાંત અધિકારી સામે હાથ જોડતા તેમની ખનીજ માફિયા સાથે સાંઠગાંઠ હોવાની સ્થાનિકો ચર્ચા કરી રહ્યા છે. હવે પ્રાંત અધિકારી દ્વારા 7 દિવસની મુદત આપવામાં આવી છે.




