MORBI:મોરબીના લખધીરપુર રોડ પર કેલવી પ્લાઝામાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો.

MORBI:મોરબીના લખધીરપુર રોડ પર કેલવી પ્લાઝામાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો.
મોરબીમાં નવા વર્ષના આગમન પૂર્વે ૩૧ ડિસેમ્બરના સંદર્ભે પ્રોહી-જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા દ્વારા કડક સુચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એન. પરમારના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબી-લખધીરપુર રોડ પર વૈભવ હોટલ સામે, કોનેલ સિરામિકની બાજુમાં આવેલા કેલવી પ્લાઝાના ત્રીજા માળે આવેલી બીનવારસી ઓરડીમાં રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૭૯ બોટલો કિ.રૂ. ૨,૫૪,૪૩૫/- કબ્જે કરવામાં આવી હતી. આ મામલે આરોપી દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા ઉવ.૩૨ રહે. શીવપાર્ક સોસાયટી શેરી નં. ૩ ધરમપુર રોડ મોરબી-૨ મૂળ વતન ગુંદીયાળી તા. માંડવી જી. કચ્છ વાળાને ઝડપી લઈ તેના વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






