GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

મલાવ ત્રણ રસ્તા પાસેના ચામુંડા પાન સેન્ટર ની દુકાનમાંથી એસઓજી પોલીસે પ્રતિબંધિત કોન અને રોલ ઝડપી પાડ્યા.

 

તારીખ ૧૯/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

એસઓજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીએસઆઇ બી કે ગોહિલ સાથે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળેલ કે અલિન્દ્રા હાઈવે રોડ મલાવ ત્રણ રસ્તા પાસે ચામુંડા પાન સેન્ટરમાં એક ઈસમ પાન પડીકી મસાલાને આડમાં પ્રતિબંધિત રોલિંગ પેપર તથા ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું વેચાણ કરે છે જે આધારે દુકાનમાં તપાસ કરતા દુકાનદાર રાકેશકુમાર વિક્રમસિંહ ચાવડા હાજર મળી આવેલ છે તેની દુકાનમાંથી 49 જેટલા રોલ કોન મળી આવેલા તથા સાત જેટલા ગોગા રોલ પેપર મળી આવ્યા હતા પોલીસે કુલ ૮૦૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી દુકાનદાર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!