GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: જસદણ નગરપાલિકા વિસ્તારમાં કચરાના ડોર ટૂ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ કરાયું

તા.૧૯/૧૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: જસદણ નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના સેનેટરી ઈન્સપેકટર દ્વારા શહેરની સ્વચ્છતા વ્યવસ્થા અંગે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
આ સમીક્ષા દરમિયાન શહેરના વાણિજ્ય વિસ્તારો તેમજ રહેણાંક વિસ્તારોમાં ચાલી રહેલી સફાઈ કામગીરી, ડોર ટૂ ડોર વેસ્ટ કલેક્શન કામગીરી, નાળાઓની સફાઈ તથા જાહેર સ્થળોની સ્વચ્છતાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જસદણ નગરપાલિકા વિસ્તારના વિવિધ સ્થળોએ સફાઈ કામગીરી વધુ સુદૃઢ બનાવવા માટે સંબંધિત કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
નગરપાલિકા દ્વારા જસદણ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે નિયમિત દેખરેખ રાખવામાં આવી રહી છે. નાગરિકોના સહયોગથી સ્વચ્છતા અભિયાનને વધુ સફળ બનાવવા નગરપાલિકા સતત પ્રયત્નશીલ છે.





